મુંબઈ: સ્પાઇસજેટ (Spice jet)ઘણા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, એવામાં કંપનીને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવા માટે, કંપનીના પ્રમોટર અને ચેરમેન અજય સિંહ (Ajay Singh) એરલાઇનમાં10 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એરલાઇન નાણાકીય પડકારો, કાયદાકીય લડાઇઓ અને વિમાનોના ગ્રાઉન્ડિંગ જેવી સમસ્યાઓમાં સપડાઈ છે.
કંપની ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રના જણાવ્યા મુજબ જો સંજોગો અનુકૂળ હશે તો અજય સિંહ એરલાઇનમાં 15 ટકા સુધીનો હિસ્સો વેચી શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) અજય સિંહ એરલાઇનમાં લગભગ 10 ટકા હિસ્સો વેચશે અને આ રકમ પણ વધી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચિત QIP (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ) માટે પહેલેથી જ રૂ. 2,000 કરોડના છે અને એરલાઇન સંભવિત રોકાણકારો સાથે ચર્ચા કરી રહી છે. ભારત અને વિદેશના રોકાણકારો સાથે બેઠકો યોજવામાં આવી છે. જો કે સ્પાઈસ જેટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
અહેવાલ મુજબ ફાઇનાન્સિંગનો તબક્કો સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. BSEના ઉપલબ્ધ ડેટા અનુસાર જૂન 2024ના અંતમાં પ્રમોટર ગ્રૂપે એરલાઇનમાં 47 ટકાથી થોડો વધુ હિસ્સો રાખ્યો હતો. સ્પાઇસજેટ પાસે 2019માં 74 એરક્રાફ્ટનો કાફલો હતો. કંપની હાલમાં 20 જેટલા એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે.
એરલાઈને શુક્રવારે એક પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે તે QIP, વોરંટ અને પ્રમોટર દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. એરલાઈને રોકાણકારો સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે “સ્પાઈસજેટ ક્યુઆઈપી દ્વારા રૂ. 2,500 કરોડ અને અગાઉના વોરંટ અને પ્રમોટરના રોકાણ દ્વારા રૂ. 736 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.”
Also Read –