CBSE વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: પરીક્ષા આપતા પહેલા જાણી લો આ નવા નિયમો

નવી દિલ્હી: સીબીએસસી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર મહત્વના છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે જે કેટલીક આવશ્યક શરતોને પૂર્ણ કરે.
75% હાજરી ફરજિયાત
સીબીએસઈએ જણાવ્યું કે ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ બે વર્ષનો કાર્યક્રમ છે. એટલે કે, વિદ્યાર્થીઓ માટે 9મા અને 10મા અથવા 11મા અને 12મા ધોરણમાં સંબંધિત વિષયોનું સતત અધ્યયન કરવું જરૂરી છે. આ ઉપરાંત, બોર્ડ પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
આંતરિક મૂલ્યાંકન પરીક્ષાનો અભિન્ન ભાગ
બોર્ડે કહ્યું કે હવે તમામ વિષયોમાં આંતરિક મૂલ્યાંકન પરીક્ષાનો અભિન્ન ભાગ છે. જો કોઈ વિદ્યાર્થી શાળાએ જતો નથી, તો તેનું આંતરિક મૂલ્યાંકન શક્ય નહીં બને અને તેનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં.
વધારાના વિષયો માટેના નિયમો નક્કી
સીબીએસઈએ વધારાના વિષયો માટે પણ નિયમો નક્કી કર્યા છે. ધોરણ 10માં વિદ્યાર્થીઓ વધુમાં વધુ બે વધારાના વિષયો લઈ શકે છે, જ્યારે ધોરણ 12માં ફક્ત એક જ વધારાના વિષયને મંજૂરી છે.
આપણ વાંચો: ગુડ ન્યૂઝ! ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાઈ, હવે આ તારીખ સુધી ભરી શકાશે…