સપાના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજથી જ લડશે ચૂંટણી, કાકા રામ ગોપાલે કરી જાહેરાત
અખિલેશ યાદવ કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડશે તેવી અટકળો સતત ચાલી રહી છે અને હવે આ અટકળો પર સપાના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. સપાના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવે અખિલેશની ઉમેદવારીની જાહેરાત કરી છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. આવતીકાલે તેઓ ઉમેદવારી નોંધાવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ડિમ્પલ યાદવે કન્નૌજથી SPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે. તેઓ ભાજપના સુબ્રત પાઠક સામે ચૂંટણી હારી ગયા હતા. કન્નૌજ પહેલા અખિલેશ યાદવે પોતાના ભત્રીજા તેજપ્રતાવ યાદવને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો:Illegal Mining Case: આજે CBI લખનઉમાં અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે, જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ તેજ પ્રતાપ યાદવના નામની જાહેરાત થયા બાદ સ્થાનિક નેતાઓ અખિલેશ યાદવ પર ચૂંટણી લડવા માટે દબાણ કરી રહ્યા હતા. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે અખિલેશ પોતે આ સીટ પરથી ચૂંટણી લડશે. કન્નૌજ સમાજવાદી પાર્ટીનો ગઢ હતો પરંતુ છેલ્લી ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો હતો. હવે એવું માનવામાં આવે છે કે અખિલેશ પોતાનો ગઢ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહ્યા છે.
સમાજવાદી પાર્ટી યુપીમાં લોકસભાની 80માંથી મોટાભાગની સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ સાથેના ગઠબંધન હેઠળ તેને 63 બેઠકો મળી છે. કોંગ્રેસ પાર્ટી તેના પરિવારના ગઢ અમેઠી અને રાયબરેલી સહિત 17 બેઠકો પર ચૂંટણી લડશે. યુપીમાં 2024ની લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં દરેકમાં મતદાન થશે.