સંસદમાં સેંગોલને લઈને વિવાદમાં સપાના સાંસદનું નિવેદન : ‘સેંગોલને હવે કોઈ નહિ હટાવી શકે’
નવી દિલ્હી: આજે લોકસભામાં સ્પીકરની ખુરશીની પાસે સ્થાપિત કરાયેલા સેંગોલને (Sangol) લઈને વિવાદ જન્મ્યો છે. આ મુદ્દો સમાજવાદી પાર્ટીના લોકસભાના સાંસદ આર. કે. ચૌધરીએ (R.K. Chaudhari) ઉઠાવ્યો હતો અને તેમણે તેની જગ્યાએ બંધારણ રાખવાની માંગ કરી હતી. જો કે તેમના આ નિવેદનથી ભાજપે ઉગ્ર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સપાના સાંસદે આ બોલતા પહેલા સંસદીય પરંપરાને જાણવી જોઈએ અને બોલવું જોઈએ.
સંસદમા આજે મળેલા સંસદના વિશેષ સત્રમાં ચર્ચાયેલ તમામ મુદ્દાઓની સાથે સેંગોલનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદે ભવનમાં સેંગોલને હટાવીને તેના સ્થાન પર બંધારણ રાખવાની માંગ કરવામાં આવી હતી. સપાના સાંસદ આરકે ચૌધરીએ એક પત્ર લખીને સંસદ ભવનમાં સેંગોલ હટાવવાની માંગ કરી હતી. જો કે તેને લઈને ભાજપે ખૂબ જ વિરોધ કરી રહ્યું છે.
આ પણ વાંચો : લોકસભાના સ્પીકરની બાજુમાં જે માર્શલ ઊભા થાય છે, કેવી રીતે બની શકાય? કેટલો હોય છે પગાર?
સમાજવાદી પાર્ટીના સાંસદ આરકે ચૌધરીએ કહ્યું હતું કે ‘સંવિધાન લોકતંત્રનું પ્રતિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ‘સેંગોલ’નો અર્થ છે કે ‘રાજ દંડ’ અથવા ‘રાજાનો દંડો’. રાજાશાહી વ્યવસ્થા સમાપ્ત થયા બાદ દેશ આઝાદ થયો. શું દેશ રાજાનાં દંડાથી ચાલશે કે બંધારણથી ? હું માંગ કરું છું કે બંધારણ બચાવવા માટે સેંગોલના સ્થાને સંવિધાન સ્થાપીત કરવામાં આવે.
આ નિવેદન બાદ ભાજપના નેતા સીઆર કેસવને સપાના સાંસદના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આર. કે. ચૌધરીનું નિવેદન અપમાજનક છે. તેમણે લાખો ભક્તોનું અપમાન કર્યું છે. તેમણે સંસદની પવિત્રતાને નબળી બનાવી છે. તેમણે રાષ્ટ્રપતિના કાર્યાલયનો પણ દૂરપયોગ કરેલ છે. પરંતુ સપાના સાંસદ પાસેથી આનાથી વધુ શું અપેક્ષા રાખી શકાય.
આ દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે ચૌધરીનો બચાવ કર્યો અને સૂચવ્યું કે આ ટિપ્પણી વડા પ્રધાન માટે ચેતવણી હોઈ શકે છે જ્યારે સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું હતું, ત્યારે પીએમ તેમની સામે ઝૂકી ગયા હતા. શપથ લેતી વખતે તે કદાચ આ ભૂલી ગયા હશે. કદાચ અમારા સાંસદની ટિપ્પણી તેમને આ યાદ અપાવવા માટે હતી.
જો કે સપાના સાંસદ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે સેંગોલ રાષ્ટ્રનું પ્રતિક છે. સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેને હવે કોઈ નહિ હટાવી શકે.