નેશનલ

સપા નેતાને આવ્યો હાર્ટ એટેક, થયું મોત

લખનઊઃ સમાજવાદી પાર્ટીની સાયકલ યાત્રા દરમિયાન પાર્ટીના નેતા રવિ ભૂષણ રાજનનું અવસાન થયું છે. સાયકલ યાત્રા દરમિયાન રવિ ભૂષણ રાજનની તબિયત અચાનક બગડી હતી. સપા સુપ્રીમો એખિલેશ યાદવે તેમને મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોએ રવિ ભૂષણ રાજનનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી હતી.

એમ જણાવવામાં આવી રહ્યું છે કે સાયકલ યાત્રા દરમિયાન અચાનક જ રવિ ભૂષણ રાજનની તબિયત લથડી હતી. રવિ ભૂષણ રાજન KKCના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રમુખ રહી ચૂક્યા છે.


અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તરફથી પીડીએ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી જનેશ્વર મિશ્રા પાર્ક સુધી યોજાઇ હતી. અખિલેશ યાદવ પોતે પણ સાયકલ યાત્રામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેથી જનેશ્વર મિશ્રા પાર્ક સુધી સાયકલ ચલાવી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button