નેશનલ

સીમાંકનને કારણે દક્ષિણ ભારતની એક પણ સંસદીય સીટ પર અસર થશે નહીંઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે સીમાંકનને કારણે દક્ષિણના રાજ્યો એક પણ સંસદીય બેઠક ગુમાવશે નહીં. પ્રસ્તાવિત સીમાંકનને કારણે બેઠકોની સંખ્યા અંગે ઉભી થતી ચિંતાઓ વચ્ચે ગૃહ પ્રધાનની આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈમ્બતુર, તિરુવન્નામલાઈ અને રામનાથપુરમમાં પાર્ટી કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું, ‘સીમાંકનને કારણે દક્ષિણને નુકસાન ન થાય તે માટે એક બેઠક યોજવામાં આવશે.’

આ પણ વાંચો: Jammu Kashmir માં આતંકવાદને નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા આ નિર્દેશ

સ્ટાલિનના આરોપોને ફગાવ્યાં

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે તમિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિન દ્વારા સીમાંકન અને કેન્દ્રીય ભંડોળના મુદ્દા પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. તેમણે આવા આરોપોને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવતા કહ્યું હતું કે સીમાંકનને કારણે દક્ષિણ ભારતમાં એક પણ સંસદીય બેઠક ઓછી થશે નહીં. કેન્દ્ર દ્વારા તમિલનાડુ સાથે કોઈપણ અન્યાય થયો હોવાનો પણ અમિત શાહે ઇનકાર કર્યો હતો.

દક્ષિણના રાજ્યની એક પણ બેઠક નહીં જશે

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું છે કે સીમાંકન દક્ષિણના રાજ્યો અને ખાસ કરીને તમિલનાડુને અસર કરશે. તેમણે દાવો કર્યો છે કે સીમાંકનને કારણે તમિલનાડુ તેની 39 લોકસભા બેઠકોમાંથી 8 ગુમાવશે. તેમણે આ બાબતે ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ અંગે અમિત શાહે કહ્યું કે મોદી સરકારે લોકસભામાં સ્પષ્ટ કરી દીધું છે કે સીમાંકન બાદ દક્ષિણના કોઈ પણ રાજ્યની એક પણ બેઠક જશે નહીં. આ કિસ્સામાં દક્ષિણના રાજ્યોના લોકોના હિતોની ખાતરી કરવામાં આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button