બેટિંગ એપઃ મની લોન્ડરિંગ કેસમાં સોનુ સૂદ ઇડી સમક્ષ હાજર | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

બેટિંગ એપઃ મની લોન્ડરિંગ કેસમાં સોનુ સૂદ ઇડી સમક્ષ હાજર

ભૂતપૂર્વ ક્રિકેટરો અને અભિનેતાઓ સહિત અનેક સેલિબ્રિટીઓની પૂછપરછ: જાણો કેસની વિગતો

નવી દિલ્હીઃ અભિનેતા સોનુ સૂદ આજે 1xBet નામની ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) સમક્ષ હાજર થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ૫૨ વર્ષીય સૂદ આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ મધ્ય દિલ્હી સ્થિત એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ અધિકારી અભિનેતાની પૂછપરછ કરશે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધશે.

આ પણ વાંચો: સોનુ સૂદની ધરપકડ થઇ શકે છે! આ કેસમાં લુધિયાણા કોર્ટે વોરંટ જાહેર કર્યું

આ તપાસના ભાગરૂપે ફેડરલ તપાસ એજન્સીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, શિખર ધવન, રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહ ઉપરાંત ભૂતપૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તી તેમ જ બંગાળી અભિનેતા અંકુશ હઝરાની પણ પૂછપરછ કરી છે.

આ તપાસ અંતર્ગત એજન્સીએ કેટલીક મહિલા સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સરોની પણ પૂછપરછ કરી છે. 1xBet સટ્ટાબાજી એપ્લિકેશનની કામગીરીની તપાસ ઇડી દ્વારા એવા પ્લેટફોર્મ્સ સામે કરવામાં આવેલી વ્યાપક તપાસનો એક ભાગ છે, જેના પર ઘણા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરની મોટી રકમ ચોરી કરવાનો આરોપ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button