નેશનલમનોરંજન

પદ્મ પુરસ્કારોમાં મહાન ગાયકોની અવગણના પર સવાલ ઉઠાવ્યા સોનુ નિગમે…

નવી દિલ્હીઃ જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમે સંગીત ઉદ્યોગના કેટલાક લોકોને હજી સુધી પદ્મપુરસ્કાર ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે.

Click on the photo to watch the video Instagram

આ પણ વાંચો : Good News: RAC ટિકિટવાળા પ્રવાસીઓને મળશે હવેથી ‘આ’ સુવિધા

સામાન્ય રીતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષે સરકારે 7 પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી સહિત કુલ 139 લોકોને સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. જાણીતા ગાયક સોનુ નિગમને પણ 2022માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમણે હાલમાં જણાવ્યું હતું કે સંગીત ઉદ્યોગના કેટલાક કલાકારોને હજુ સુધી આ સન્માન આપવામાં નથી આવ્યું.

પદ્મ પુરસ્કારની જાહેરાત થયાના ટૂંક સમયમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોનું શીર્ષક હતું, ‘ભારત અને તેના પદ્મ પુરસ્કાર વિજેતા’ આ વીડિયોમાં સોનું નિગમે જણાવ્યું હતું કે બે ગાયકે સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. તેમાંથી એક સ્વ. મહોમ્મદ રફી સાહેબને માત્ર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે સ્વ.કિશોરકુમારજીને તો પદ્મશ્રી પણ મળ્યો નથી.

આજકાલ તો દેશમાં મરણોત્તર સન્માનો આપવાની પણ પરંપરા શરૂ થઈ છે, પણ મહોમ્મદ રફી સાહેબ અને કિશોરકુમાર પર હજી સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અનેક એવા કલાકારો છે જેમને હજી સુધી ઓળખવામાં નથી આવ્યા. લાંબી અને શાનદાર કારકિર્દી ધરાવનાર અલકા યાજ્ઞિકને હજુ સુધી કોઈ પુરસ્કાર આપવામાં નથી આવ્યો. તેવી જ રીતે પોતાના અવાજની કળાનો જાદુ પાથરી રહેલી શ્રેયા ઘોસાલને પણ કોઈ પુરસ્કાર નથી મળ્યો. પોતાના અનોખા અવાજથી આખી પેઢીને પ્રેરણા આપનાર સુનિધિ ચૌહાણને પણ હજી સુધી કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો નથી.

2025ના પદ્મા પુરસ્કારોમાં બિહારના સ્વર કોકિલા ગણાતા શારદા સિંહાને મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે અરિજિત સિંહને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. પદ્મ પુરસ્કાર એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એમ ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. આ પુરસ્કારોની ભલામણ વડાપ્રધાન દ્વારા રચાયેલી પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા કરવામાં આવે છે.

પદ્મ પુરસ્કાર સમિતિની અધ્યક્ષતા કેબિનેટ સચિવ દ્વારા કરવામાં આવે છે. તેમાં ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને ૪ થી ૬ પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સમાવેશ થાય છે. સમિતિની ભલામણો વડાપ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવે છે.

આ પણ વાંચો : Assembly Election: અમારી સરકાર બની તો મનીષ સિસોદિયા હશે નાયબ મુખ્ય પ્રધાનઃ કેજરીવાલે કરી મોટી જાહેરાત

આપણે સોનુ નિગમની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ મોડર્ન રફી તરીકે જાણીતા છે. તેમને ઘણા એવોર્ડ મળ્યા છે. 2022 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે હિન્દી, કન્નડ,બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ઉડિયા, અંગ્રેજી, આસામી મલયાલમ ,ગુજરાતી ભોજપુરી નેપાળી, તુલુ, મૈથિલી અને મણિપુરી સહિત અનેક ભાષામાં ગીતો ગાયા છે. 1992માં સોનુ નિગમ એ ટીવી સિરિયલ તલાશના ગીત ‘છૈલા બન ગયે’ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હીટ ટ્રેક આપ્યા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button