સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (Sonia Gandhi admitted in Hospital) છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ રહી હતી, તેમની અગાઉ શિમલામાં સારવાર કરવામાં આવી હતી. તેમની ઉંમર 78 વર્ષ છે.

સર ગંગા રામ હોસ્પિટલે એક નિવેદન જાહેર કરીને સોનિયાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટની સમસ્યાને કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.’

અગાઉ, 7 જૂનના રોજ પણ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી, તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. એ સમયે કહેવામાં અવાયું હતું કે નિયમિત આરોગ્ય તપાસ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં.

તે સમયે, હિમાચલ પ્રદેશના આરોગ્ય પ્રધાન ધની રામ શાંડિલે કહ્યું હતું કે, ‘હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદને કારને સોનિયા ગાંધીને શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. આ ફક્ત એક નિયમિત તપાસ હતી અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, પેટ સંબંધિત સમસ્યાની સારવાર માટે તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button