સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એક વાર લથડી છે, અહેવાલ મુજબ તેમને ગઈ કાલે સોમવારે સાંજે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેને કારણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો ચિંતામાં છે.
અહેવાલ મુજબ તેમને સખત ઉધરસ આવી રહી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યા ઉભી થઇ હતી. હાલ તેઓ ગંગા રામ હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમના નિરીક્ષણ હેઠળ છે.
સોનિયા ગાંધીની તબીયત અંગે કોંગ્રેસ પાર્ટી કે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
વાયુ પ્રદૂષણની અસર?
હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ ચિંતાજનક કોઈ બાબત નથી. સોનિયા ગાંધીને રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને વધતી ઠંડીને કારણે તેમને ઉધરસની સમસ્યા થઇ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
સોનિયા ગાંધી ગત મહીને 79 વર્ષના થયા જેના, વધતી ઉંમરને કારણે તેમણે સમયાંતરે હેલ્થ ચેકઅપની જરૂર છે.
ગત વર્ષે પણ તબિયત લથડી હતી:
અગાઉ 15 જૂન, 2025 ના રોજ સોનિયા ગાંધીને પેટમાં દુખાવાની તકલીફ ઉભી થઇ હતી, એ સમયે પણ તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસ દાખલ રહ્યા બાદ તેમને રજા આપવા આવી હતી.
ગત વર્ષ સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સાથે શિમલા રજાઓ ગાળવા ગયા હતા, ત્યારે પણ તેમની તબિયત લથડી હતી અને દિલ્હી પરત ફર્યા હતા.
આ પણ વાંચો…મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી



