મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદના શિયાળુ સત્રમાં વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ પસાર કરવામાં આવ્યું, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે, અ સાથે જ કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે 2005માં બનાવેલો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ(મનરેગા) સમાપ્ત થઇ ગયો છે. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મનરેગા રદ થવાને નૈતિક મુલ્યોનું પતન ગણાવ્યું છે.
સોનિયા ગાંધીએ અંગ્રેજી ભાષાના એક પ્રમુખ દૈનિક અખબારમાં લખેલા એક લેખમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું કે મનરેગા અને અન્ય મુખ્ય કાયદાઓમાં પ્રસ્તાવિત ફેરફારોથી મોદી સરકાર દેશના અધિકારો આધારિત કાયદાકીય માળખાને તોડી પડવાનો પ્રયાસ કરી રહી છે.
‘ધી બુલડોઝ્ડ ડિમોલિશન ઓફ મનરેગા’ હેડિંગ સાથેના લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું કે ગ્રામીણ રોજગાર યોજનાનું નબળું પડવું એ આપણા સૌની સામૂહિક નૈતિક નિષ્ફળતા છે, જેની અસર નાણાકીય અને માનવીય પરિણામો દેશભરના કરોડો કામદારો પર પડશે.
સરકારનાં દાવા ભ્રામક:
સરકાર દાવો કરી રહી છે કે નવી યોજનાને કારણે લોકોને વર્ષમાં 125 દિવસ સુધી રોજગાતી મળશે, સોનિયા ગાંધીએ આ દાવાને ભ્રામક ગણાવ્યા. નવા કાયદામાં ડિમાંડ ડ્રીવન, અનકેપ્ડ રોજગારને બદલે કેન્દ્ર ફિક્ષડ બજેટની વ્યવસ્થા છે.
મનરેગા ગાંધીના સર્વોદયના વિચાર પર આધરિત હતી:
મનરેગા યોજનાને સમર્થન આપતા સોનિયા ગાંધીએ લખ્યું કે મનરેગા માત્ર એક યોજના ન હતી, પરંતુ ગ્રામીણ પરિવારોને આજીવિકાની સુરક્ષા અને ગૌરવ આપતી એક અધિકાર-આધારિત કાર્યક્રમ હતો. મનરેગાએ મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારને સાકાર કર્યો હતો અને લોકોને કામ કરવાનો બંધારણીય અધિકાર આપ્યો હતો. મનરેગાનું પતનએ આપણા સૌની નૈતિક નિષ્ફળતા છે.
બધા એક થવાની જરૂર છે:
સરકારના નિર્ણયો સામે લડવાનું અહવાન કરતા તેમણે લખ્યું કે આપણે એક થવાની પહેલા કરતા વધુ જરૂર છે, આપણા બધાનું રક્ષણ કરતા અધિકારોનું રક્ષણ કરવું એ આપની જવાબદારી છે.
આ કાયદાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી:
આ લેખમાં સોનિયા ગાંધીએ એમ પણ જણાવ્યું કે નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશનને નુકશાન પહોંચ્યું છે. નવી પોલિસી હેઠળ દેશભરમાં લગભગ એક લાખ પ્રાથમિક શાળાઓ બંધ કરવાને કાયદેસર ગણાવવામાં આવી છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું કે વન (સંરક્ષણ) નિયમો, 2022 દ્વારા વન અધિકાર અધિનિયમ, 2006ને નબળો પાડવામાં આવ્યો, નવા નિયમને કારણે જંગલની જમીનના અન્ય હેતુ માટે ફાળવવા માટે મંજુરી આપવા માટે ગ્રામ સભા ભૂમિકાથી દૂર કરવામાં આવી. લેન્ડ એક્વેઝીશન, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટન બદલ વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારને પણ નબળા પાડવામાં આવ્યા છે
આ પણ વાંચો…સરકારે મનરેગા પર બુલ્ડોઝર ફેરવી દીધું: મનરેગાના અસ્તિત્વને બચાવવા સોનિયા ગાંધીએ રણશિંગું ફૂંક્યું…



