સોનિયા ગાંધી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં
જયપુર : કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી મંગળવારે રાજસ્થાનમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં હતા. ભારતીય જનતા પાર્ટીના ચુનીલાલ ગરસિયા અને મદન રાઠૌર પણ સંસદના ઉપલા ગૃહમાં બિનહરીફ ચૂંટાયા હતા, એવી માહિતી વિધાનસભાના સેક્રેટરી મહાવીર પ્રસાદ શર્માએ આપી હતી.
મંગળવાર ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અધિકારીએ કહ્યું હતું કે બીજા કોઈ નેતા ચૂંટણીમાં ઊભા ન હોવાથી આ ત્રણેય નેતાઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. રાજ્યસભાના સભ્યો મનમોહનસિંહ અને ભાજપના ભુપેન્દ્ર યાદવની રાજ્યસભાની મુદત ત્રીજી એપ્રિલે પૂરી થાય છે. ભાજપના સંસદસભ્ય કિરોડી લાલ મીનાએ વિધાનસભામાં જીત મેળવતાં રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.
૨૦૦ સભ્યની વિધાનસભામાં ભાજપના ૧૧૫ અને કૉંગ્રેસના ૭૦ સભ્યો છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ૧૦ બેઠક છે અને પરિણામ
પછી કૉંગ્રેસ પાસે છ અને ભાજપ પાસે ચાર બેઠક છે. (એજન્સી) ઉ