Sonia Gandhi ને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને( Sonia Gandhi)દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. હાલ તેમની તબિયત સારી છે. શુક્રવારે તેમને રજા મળે તેવી શક્યતા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર તેમની તબિયત સારી છે અને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમને શુક્રવારે રજા આપવામાં આવી શકે છે.
સપ્ટેમ્બર 2024માં પણ દાખલ કરવામાં આવ્યા હતા
આપણ વાંચો: સોનિયા ગાંધી વરસ્યાં મોદી સરકાર પરઃ 14 કરોડ લોકોને ભૂખ્યા રાખવાનો કર્યો આક્ષેપ
આ પૂર્વે તેમને ગત વર્ષે સપ્ટેમ્બર 2024માં પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
માર્ચ 2024માં પણ તબિયત બગડી હતી
ગત વર્ષે માર્ચ 2024માં પણ તાવની ફરિયાદ સાથે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, એક દિવસ પછી તેમની સ્થિર થઇ હતી. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી.