સોનિયા ગાંધી વરસ્યાં મોદી સરકાર પરઃ 14 કરોડ લોકોને ભૂખ્યા રાખવાનો કર્યો આક્ષેપ
![Sonia Gandhi lashes out at Modi government: Accuses it of keeping 14 crore people hungry](/wp-content/uploads/2024/05/Sonia-Gandhi.webp)
નવી દિલ્હીઃ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા અને રાજ્યસભાના સભ્ય સોનિયા ગાંધી (Sonia Gandhi) એ રાજ્યસભામાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દેશના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે વસ્તી ગણતરીમાં ચારેક વર્ષનો વિલંબ થયો હોય. વર્ષ 2011ની વસ્તી ગણતરી બાદ સરકારે ગણતરી કરી નથી, આથી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જે અનાજ લોકોને મળવું જોઈએ તે 2011ની ગણતરી પ્રમાણે જ મળે છે.
ઝીરો અવર્સમાં તેમણે આ ચર્ચા શરૂ કરી અને જણાવ્યું કે ફૂડ સેફ્ટી એ કોઈ ખાસ નહીં નાગરિકોને પાયાનો અધિકાર છે. યુપીએ સરકારે આ પહેલ કરી દેશની 140 કરોડની વસ્તીને બેટ ટંકનું જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. આ કાયદાએ લાખો ગરીબ પરિવારને ભૂખમરીથી બચાવવામાં મદદ કરી. 2019માં આ એક્ટને કારણે જ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં લાવી શકાઈ. આ એક્ટ અંતગર્ત 75 ટકા ગ્રામિણ અને 50 ટકા શહેરી ગરીબ પરિવારોને સબ્સિડાઈઝ અન્ન આપવામાં આવે છે, પરંતુ તેની પાત્રતા 2011ની વસ્તી ગણતરી અનુસાર નક્કી થાય છે. આ ગણતરી 15 વર્ષ પહેલાની છે. આથી લગભગ 14 કરોડ કરતા વધારે લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથ, તેઓ ભૂખ્યા રહે છે તેવો પ્રહાર ગાંધીએ કર્યો હતો.
Read This…લંડનમાં પણ ભાષાવાદ? રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં મસ્ક પણ જોડાયા
બજેટમાં વસ્તી ગણતરીના કોઈ અણસાર નહીં
સોનિયા ગાંધીએ વિશેષ જણાવ્યું કે વર્ષ 2021માં વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ ચાર વર્ષ વીતી ગયા હજુ સુધી કામ શરૂ થયું નથી. તાજેતરમાં રજૂ થયેલા બજેટ ad Thisઅનુસાર વસ્તી ગણતરી માટે કોઈ ફંડ ફાળવવામાં આવ્યું નથી. આનો અર્થ એ થાય છે કે સરકાર વસ્તી ગણતરીને ગંભીરતાથી લેતી નથી, તેવો આક્ષેપ ગણ ગાંધીએ કર્યો હતો.