કોંગ્રેસ સંસદીય દળના (CPP) નેતા તરીકે સોનિયા ગાંધી ચૂંટાયા

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને (Sonia Gandhi) કોંગ્રેસ સંસદીય દળના (CPP) નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં મળેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને ગૌરવ ગોગોઈ, તારીક અનવર અને કે. સુધાકરને સમર્થન આપ્યું હતું.
આજે 8 મી જૂને જૂની સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંમેલિત થયા હતા. આ બેઠકમાં પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વિરોધપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવવાની વિનંતી કરવામાં આવી હતી. જો કે તેમણે આ બાબતે વિચારવા માટેનો સમય માંગ્યો છે.
ફરી એકવાર સીપીપી પ્રમુખ ચૂંટાવા પર સોનિયા ગાંધીએ દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની દ્રઢતાનો પરિચય આપ્યો છે. તેમણે વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર આરોપ કરતાં કહ્યું હતું કે, ‘આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની નૈતિક હાર થઈ છે. તેમણે માત્ર જનાદેશનો જ નહિ પરંતુ નેતૃત્વ કરવાનો અધિકાર પણ ગુમાવી દીધો છે. દેશની જનતાએ ભાગળની રાજનીતિ અને તાનાશાહની સામે નિર્ણાયક વોટ આપ્યો છે. તેઓએ સંસદીય રાજનીતિને મજબૂત કરવા અને લોકશાહીના રક્ષણ માટે મતદાન કર્યું.’
તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને અદ્વિતીય વ્યક્તિગત અને રાજકીય હુમલાઓની સામે ટક્કર આપવાની તેમની પ્રતિબદ્ધતાની સામે ધન્યવાદ આપવા જોઈએ. ‘ભારત જોડો યાત્રા’ અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પાર્ટીને દરેક સ્તરે નવા પ્રાણ ફૂંક્યા છે.