સોનમના પરિવારે પરત કર્યા રઘુવંશી પરિવારના ઘરેણા, દહેજ પરત ન લેવાની કરી વાત | મુંબઈ સમાચાર

સોનમના પરિવારે પરત કર્યા રઘુવંશી પરિવારના ઘરેણા, દહેજ પરત ન લેવાની કરી વાત

શિલોંગ: લગ્નના 11 દિવસ બાદ પતિ રાજા રઘુવંશીની હત્યાના કરનાર સોનમ રઘુવંશી શિલોંગની પોલીસના કબ્જામાં છે. આ કેસ ફરિ એક વખત નવો વળાંક લીધો છે. સોનમના પરિવારે રાજાના પરિવારને લગ્નમાં આપેલા તમામ ઘરેણાની પરત કરી દીધા છે. જોકે મંગળસૂત્ર અને વીંટી હજુ પોલીસની કસ્ટડીમાં છે.

રાજા રઘુંવશીના પરિવારે સોનમને જે ઘરેણા આપ્યા હતા. તે ઘરેણા જેમાં એક સોનાનો હાર, બંગળી, અન્ય વસ્તુઓ રાજેન્દ્ર નગર પોલીસ અને પંચાયતની હાજરીમાં રાજાના પરિવારને પરત કર્યાં. જોકે, મંગળસૂત્ર અને વીંટી પોલીસ કસ્ટડી રાખવામાં આવ્યા છે, જે હાલ શિલોંગ પોલીસ પાસે છે. જ્યારે બીજી બાજુ સોનમના પિતાએ રાજાના પરિવારને લગ્નમાં આપવામાં આવેલી મોંઘી કાર અને રોકડ લેવાની ના પાડી હતી. જ્યારે સોનમના પિતાએ જણાવ્યું કે તેમણે પોતાની દીકરીને ‘દાન’ આપી હતી, જે પરત લેવાનો સવાલ જ નથી.

આ પણ વાંચો: રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી

ઉલ્લેખનીય વાત એક છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સોનમ પાસે એક મંગલસૂત્ર નહીં બે મંગલ સૂત્ર છે. રાજાના ભાઈ વિપિનનું કહેવું છે કે સોનમે રાજાની હત્યા બાદ ઈન્દોરમાં પોતાના કથિત પ્રેમી રાજ કુશવાહા સાથે બીજા લગ્ન કર્યાં હોઈ શકે, અને બીજું મંગળસૂત્ર તેનું છે. આ મુદ્દે પોલીસે તપાસ તેજ કરી છે, જેથી હત્યાના ગુનાનું સત્ય સામે આવે.

સોનમનો ભાઈ ગોવિંદ ટૂંક સમયમાં શિલોંગ જઈને તેની બહેનને મળવાનો છે. તેનું કહેવું છે કે તે સોનમ સાથે વાત કરીને હત્યાકાંડનું સત્ય જાણશે. જો સોનમ ગુનામાં સામેલ હશે તો તેને સજા થવી જોઈએ, પરંતુ જો તે નિર્દોષ હશે તો તે તેની સાથે ઊભો રહેશે. આ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે, અને વધુ ખુલાસા ટૂંક સમયમાં થવાની શક્યતા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button