નેશનલ

બહેન સોનમના રાજ સાથેના સંબંધોની ગંધ કેમ ન આવી પરિવારનેઃ ગોવિંદે આપ્યું આવું કારણ

ઈન્દોર: સોનમ રઘુવંશી કેસને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. પોતાના પતિ રાજા સાથે હનિમૂન પર ગયેલી સોનમે પ્રેમી રાજ સાથે મળીને કાવતરૂં રચ્યું હતું. કાવતરાના ભાગરૂપે સોનમે પતિ રાજાની હત્યા કરી હતી. આ કેસને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે સોનમના ભાઈ ગોવિંદે પોતાની બહેનને લઈને કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે.

સોનમને દીદી કહેતો હતો રાજ: ગોવિંદ રઘુવંશી

રાજા રઘુવંશીના પરિવારજનોએ સોનમના ભાઈ ગોવિંદ આરોપ લગાવ્યો હતો કે પર તેને પોતાની બહેનના અફેર વિશે જાણ હતી. જોકે ગોવિંદે આ આરોપોને ફગાવી દીધા છે. પરંતુ તેણે કબુલ્યું છે કે, તે પોતાની બહેનની ગતિવિઘિઓ પર દેખરેખ રાખતો હતો.

બહેન સોનમના રાજ સાથેના સંબંધ અંગે ગોવિંદે જણાવ્યું કે, “મને જ્યારે સોનમ પર શંકા થઈ ત્યારે મેં તેનો ફોન તપાસ્યો હતો અને રાજ સાથેના તેના કોલ રેકોર્ડિંગ્સ સાંભળ્યા હતા. એકવાર મેં તેની ઓફિસના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા. જ્યારે પણ મેં તેઓની વાત સાંભળી ત્યારે રાજ સોનમને દીદી કહીને બોલાવતો હતો.” ગોવિંદે આગળ જણાવ્યું કે, “સોનમ પોતાની કારમાં જ ઘરની બહાર જતી હતી. તે બહાર ફરવા પણ બહું ઓછું જતી હતી. તેથી કોઈને પણ તેના રાજ સાથેના સંબંધ વિશે જાણ થઈ નહી.”

ઉલ્લેખનીય છે કે, સોનમે પોલીસને જણાવ્યાનુસાર ભાનમાં આવ્યા બાદ તેણે ભાઈ ગોવિંદને ફોન કર્યો હતો. આ વાત પાછળનું સત્ય શું છે? એ જાણવા માટે શિલોંગ પોલીસે ગોવિંદને બોલાવ્યો છે. ગોવિંદ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો છે અને તે પોલીસને બ્યાન આપવા માટે શિલોંગ જવાનો છે.

આ પણ વાંચો…સોનમ રઘુવંશી કેસમાં નવો ખુલાસોઃ રાજ સાથેના પ્રેમની ખબર હતી ઘરના આ સભ્યને

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button