ટોપ ન્યૂઝનેશનલ

કંઈક મોટું થવાના એંધાણ ! રાજસ્થાનના જયપુરમાં ઉતર્યું USA એરફોર્સનું વિમાન

નવી દિલ્હીઃ ભારતમાં અચાનક આંતરરાષ્ટ્રીય સેન્યની ગતિવિધિઓ વધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુએસએ એરફોર્સનું વિમાન ભારતના જયપુરમાં ઉતર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઇઝરાયલી લશ્કરી વિમાનો પણ ભારતમાં ઉતર્યા હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. અત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, આ સાથે સાથે રાજકીય હલચલ પણ વધી રહી છે. ભારતમાં આગામી ટુંક સમયમાં કંઈક મોટું થવાના એંધાર્ણ છે.

ઇઝરાયલી લશ્કરી વિમાનો પણ ભારતમાં ઉતર્યાઃ સૂત્રો

મળતી જાણકારી પ્રમાણે અમેરિકી વાયુસેનાનું આ વિમાન સી-17 ગ્લોબમાસ્ટર જેવું લાગી રહ્યું છે. જો કે, તેની સત્તાવાર કોઈ પુષ્ટી કરવામાં નથી આવી પરંતુ સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, આ વિમાન રાજસ્થાનના જયપુર એરબેઝ પર લેન્ડ થયું હોયું છે, તેના બાદ સેન્ય ગતિવિધિઓ વધી ગઈ છે. આને લઈને અત્યારે અનેક પ્રકારની શંકાઓ થઈ રહી છે કે, આખરે શું થવાનું છે? સત્તાવાર આ અંગે કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ ચર્ચાનો દોર ચાલુ થઈ ગયો છે. કારણે કે, અમેરિકા અને ઈઝરાયેલ દર વખતે ભારતની મદદ કરવા તૈયાર રહ્યાં છે. તો આજે આ સેન્ય વિમાનોનું ભારતમાં આવવું કોઈ મોટી ઘટનાનો સંકેત આપે છે.

નોંધનીય છે કે, ભારત સરકાર કે સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી! આ વિમાનોમાં લશ્કરી અધિકારીઓ, સાધનો કે કોઈ ખાસ સામગ્રી લાવવામાં આવી છે કે કેમ? ભારતમાં યુએસ ઇઝરાયલ એરક્રાફ્ટ લેન્ડ પર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વિમાનો શા માટે ભારતમાં આવ્યાં છે તે અંગે આગામી કલાકોમાં મોટો ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાનની ચિંતા વધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button