નેશનલવેપાર

મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ, વેપાર ખપપૂરતા

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૫ અને ૧૭ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૬૫ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે વેપાર છૂટાછવાયા રહ્યા હતા.

આમ નિરસ માગે આજે હાજરમાં આરબીડી પામોલિન, સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે દેશી તેલમાં સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રિફાઈનરો આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં વાર ટૂ વાર ધોરણે રૂ. ૧૪૦૦ આસપાસ અને જાન્યુઆરી ડિલિવરી શરતે રૂ. ૧૨૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૮૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૩૭૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો અને માત્ર સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર થયા હતા.

હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૭૦, સિંગતેલના રૂ. ૧૫૨૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦ અને સરસવના રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૫૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૦માં થયા હતા.

Also Read – Stock Market: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેકસ અને નિફ્ટીમાં મામૂલી ઉછાળો

વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે બે લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૦૦થી ૪૨૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૧૭૫થી ૪૨૫૦માં થયા હતા. તેમ જ આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૯૦,૦૦૦ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૫૫૦થી ૬૫૭૫માં થયા હતા.

આ સિવાય મથક પર સરસવ એક્સપેલર અને કચ્ચી ઘાણીના વેપાર ૧૦ કિલોદીઠ અનુક્રમે રૂ. ૧૩૩૦માં અને રૂ. ૧૩૪૦માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૩૧૫થી ૨૩૨૦માં થયાના અહેવાલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button