નેશનલ

કાશ્મીરમાં વધુ એક નાગરિકની હત્યાઃ આતંકવાદીએ સામાજિક કાર્યકરને બનાવ્યો નિશાન

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં તણાવભર્યો માહોલ છે. ભારતની સિક્યોરીટી ફોર્સીઝ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરી રહી છે. એવામાં કુપવાડા જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તા પર જીવલેણ હૂમલાની ઘટના (Kupwara shooting)બની છે. અહેવાલ મુજબ શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ આતંકવાદીએ 45 વર્ષીય સામાજિક કાર્યકર્તા ગુલામ રસૂલ મગ્રે પર ગોળીબાર કર્યો હતો. જેમાં ગુલામ રસૂલનું મોત નીપજ્યું.

અહેવાલ મુજબ કાંડી ખાસ વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક ગુલામ રસૂલ મગ્રે પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ પછીમાટે મોકલવામાં આવ્યો છે. હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સિક્યોરીટી ફોર્સીઝે હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

મૃતકનો ભાઈ PoKમાં રહે છે:

અહેવાલ ગુલામ રસૂલ મગ્રેનો ભાઈ થોડા વર્ષો પહેલા પાકિસ્તાન ચાલ્યો ગયો હતો અને આતંકવાદી સંગઠનમાં સામેલ છે. સુત્રોના જણાવ્યા મુજબ માગરેનો ભાઈ ગુલામ મોહીદ્દીન માગરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં રહે છે. મોહિદ્દીન લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથનો સક્રિય સભ્ય હોવાની શંકા છે.

હાલ સિક્યોરીટી ફોર્સીઝ પહેલગામ હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓની શોધવા અભિયાન ચલાવી રહી છે. અહેવાલ મુજબ નવ આતંકવાદીઓના ઘરોને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…LoC નજીકના ગામના રહેવાસીઓ ‘મોદી બંકર’માં શરણ લઇ રહ્યા છે; જાણો કેમ આપવામાં આવ્યું આવું નામ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button