ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X થયું ડાઉન, યૂઝર્સ પરેશાન

નવી દિલ્હી/સેન ફ્રાન્સિસ્કો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) મંગળવારે રાત્રે એક મોટા ટેકનિકલ આઉટેજનો શિકાર બન્યું હતું. આ ખામીને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લાખો યુઝર્સને લોગિન કરવા, પોસ્ટ કરવા અને ફીડ લોડ કરવામાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
8 વાગ્યાની આસપાસ શરૂ થઈ ફરિયાદ
વેબસાઇટ્સના આઉટેજ પર નજર રાખતી એજન્સીના ડેટા મુજબ, 13 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 7:49 વાગ્યે અચાનક એક્સની સેવાને લઈને ફરિયાદોનો મારો શરૂ થયો હતો. સામાન્ય રીતે શાંત રહેતા ગ્રાફ પર મિનિટોમાં હજારો રિપોર્ટ્સ નોંધાયા હતા. જે દર્શાવે છે કે આ કોઈ નાની સમસ્યા નહીં પણ મોટું સર્વર આઉટેજ હતું.
એપ અને બ્રાઉઝર એક્સેસમાં આવી સમસ્યા
આઉટેજના વિશ્લેષણ મુજબ, સૌથી વધુ 49% યુઝર્સે મોબાઇલ એપ્લિકેશન લોડ ન થવાની ફરિયાદ કરી હતી. લગભગ 40% લોકો બ્રાઉઝર પર X એક્સેસ કરી શક્યા ન હતા. સર્વર કનેક્ટિવિટી અને બેકએન્ડ એરર અંગે 11% ફરિયાદો આવી હતી. આ આઉટેજ માત્ર ભારત પૂરતો મર્યાદિત નહોતો. અમેરિકામાં પણ રાત્રે 8 વાગ્યા સુધીમાં 24,000થી વધુ રિપોર્ટ્સ નોંધાયા હતા.
એક્સે નથી આપ્યું કોઈ નિવેદન
યુઝર્સે અન્ય પ્લેટફોર્મ્સ પર જણાવ્યું હતું કે, અમારી ટાઈમલાઈન ખાલી દેખાઈ રહી હતી અને ડાયરેક્ટ મેસેજ (DM) મોકલવામાં પણ નિષ્ફળતા મળી રહી હતી. જોકે, અત્યારસુધી એક્સ કોર્પોરેશન દ્વારા આ આઉટેજના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં સર્વર અપડેટ કે ટેકનિકલ મેઈન્ટેનન્સને કારણે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે, જે થોડા સમયમાં આપમેળે ઠીક થઈ જાય છે.
આપણ વાંચો: ફરી મોદી સરકાર પર AAPના નેતા થયા ઓળઘોળ! સરકારનો આભાર માની કહી આ વાત….



