નેશનલ

ગીબલી થીમ્ડ ઈમેજ જનરેટ કરવાનો ક્રેઝ આસમાને; ChatGPT ઠપ્પ થઇ ગયું…

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ગીબલી થીમ્ડ ફોટો અને વિડીયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુઝર્સ OpenAIના ChatGPTની મદદથી ગીબલી થીમ્ડ ફોટો જનરેટ કરીને શેર કરી (Ghibli Themed Photos) રહ્યા છે. યુઝર્સને વધુ પડતા ધસારાને કારણે આજે ChatGPT ઠપ્પ થઇ ગયું હતું.

આજે દુનિયાભરમાં સંખ્યાબંધ યુઝર્સને ChatGPTનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે. અહેવાલ મુજબ ગીબલી થીમ્ડ ફોટો જનરેટ કરવા માટે ChatGPTનો વધુ ઉપયોગ કરી રહેલા યુઝર્સને તકલીફ પડી રહી છે.

આઉટેજને ટ્રેક કરતી વેબ્સાઈટ ડાઉનડિટેક્ટરના જાણાવ્યા મુજબ યુઝર્સ દ્વારા OpenAI વિષે 229 ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 59 ટકા યુઝર્સને ChatGPT સંબંધિત ફરિયાદો નોંધાવી હતી.

ChatGPT દ્વારા ગિબલી થીમ્ડ ઇમેજ જનરેટ કરવાના કેઝમાં વધારો થઇ રહ્યો છે, આ દરમિયાન આ આ આઉટેજ આવ્યો છે. OpenAI ના CEO ઓલ્ટમેનને X પરની એક પોસ્ટમાં, લોકોને શાંતિ જાળવવા કહ્યું છે. તેમણે લખ્યું “પ્લીઝ શું તમે ઈમેજ જનરેટ કરવા માટે શાંતિ રાખી શકો! અમારી ટીમને ઊંઘની જરૂર છે”.

Microsoftનું બેકઅપ ધરાવતી OpenAI એ તેનું સૌથી અદ્યતન ઇમેજ જનરેટર Chat GPT-4o અપડેટ રિલીઝ કર્યું હતું. જેની મદદથી યુઝર્સ ગીબલી સ્ટુડિયોની એનિમેશન થીમમાં ઈમેજ જનરેટ કરી શકે છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ શરુ થયો હતો.

આપણ વાંચો : મસ્કે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય, X નો આ કંપની સાથે 33 અબજ ડૉલરમાં કર્યો સોદો…

ઓલ્ટમેને કહ્યું કે “લોન્ચ થયા પછી અમે હજુ સુધી પહોંચી નથી વળ્યા, સર્વિસ ચાલુ રાખવા કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. ડિમાંડ ખુબજ વધારે છે, મેં આવું ક્યારેય જોયું નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button