નેશનલ

તો શું અગ્નિવીરોને સેના તરફથી ગાર્ડ ઓફ ઓનર નહી મળે…

પંજાબના માનસા જિલ્લાના કોટલીકલા ગામનો 19 વર્ષનો અમૃતપાલ સિંહ અગ્નિવીર તરીકે સેનામાં જોડાયો હતો. તે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તહેનાત હતો. 11 ઓક્ટોબરે ફરજ પર હતો ત્યારે તેને પોતાની જ રાઈફલથી ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું.

અમૃતપાલ સિંહના શુક્રવારે, 13 ઓક્ટોબરના રોજ તેમના વતન ગામ કોટલીકલામાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેનાના જવાનોએ પણ અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. જો કે આ મામલાની વાસ્તવિકતા જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્કવાયરી’ની રચના કરવામાં આવી છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે, ભારતીય સેનાએ અગ્નિવીર અમૃતપાલ સિંહના શોકગ્રસ્ત બહાદુર પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

અમૃતપાલનો મૃતદેહ ખાનગી એમ્બ્યુલન્સમાં ગામમાં પહોંચ્યો હતો. અગ્નિવીરના મૃતદેહને તેના યુનિટ દ્વારા ભાડે રાખેલી ખાનગી એમ્બ્યુલન્સમાં ગામમાં લાવવામાં આવ્યો હતો. બે જુનિયર કમિશન્ડ ઓફિસર એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને ગામ પહોંચ્યા હતા. સેનાએ કહ્યું હતું કે વર્તમાન નીતિ મુજબ અગ્નિવીર અમૃતપાલ સિંહને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું ન હતું.

આ અંગે જ્યારે સેનાના જવાનોને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સરકારની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પંજાબમાં કોંગ્રેસ અને યુપીમાં આરએલડીએ અગ્નિવીરને શહીદનો દરજ્જો ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલુંજ નહીં બિહારના પૂર્વરાજ્યપાલ સત્યપાલ મલિકે પણ અમૃતપાલને શહીદનો દરજ્જો ન આપવા પર કેન્દ્ર સરકાર પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

બિહારના પૂર્વરાજ્યપાલ સત્યપાલ મલિકે અમૃતપાલને શહીદનો દરજ્જો ન આપવા પર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવીને આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે શહીદ અગ્નિવીર અમૃતપાલ સિંહના પાર્થિવ દેહ તેમના ગામ કોટલીકલામાં બે આર્મી ભાઈઓ ખાનગી એમ્બ્યુલન્સમાં છોડી ગયા હતા.

અમૃતપાલ સિંહ તેમના પિતા સાથે ખેતી કરતા હતા તેઓ તેમના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. અમૃતપાલ સિંહ, જે એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંકળાયેલા હતા, સેનામાં જોડાતા પહેલા તેમના પિતાને ખેતીમાં મદદ કરતા હતા. તેને ટ્રેક્ટરનો શોખ હતો.

અમૃતપાલ સિંહ 10 ડિસેમ્બર 2022ના રોજ ભારતીય સેનામાં જોડાયા હતા. અમૃતપાલ સિંહની બહેન કેનેડામાં રહે છે. પિતા ગુરદીપ સિંહનું કહેવું છે કે અમૃતપાલે તેની ભત્રીજીના લગ્ન માટે રજા લીધી હતી. કેનેડામાં રહેતી બહેન અને અમૃતપાલ સિંહ સાથે ઘરે આવવા જવાના હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button