
અલીગઢ: અલીગઢ શહેર ભારતના પ્રખ્યાત શહેરોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોના નામ બદલાયા બાદ હવે અલીગઢનું નામ બદલવાની ચર્ચાઓ તેજ થઈ રહી છે. સોમવારે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વસંમતિથી અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અલીગઢ શહેરનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. જો કે પહેલા અલીગઢનું નામ શું હતું એ કદાચ તમને જાણ નહી હોય.
લગભગ 200 વર્ષ પહેલાં અલીગઢ કોઈલ અથવા કોલ તરીકે ઓળખાતું હતું. ઈતિહાસકારોના મતે એક રાક્ષસ રાજા આ સ્થાનનો શાસક બન્યો હતો અને તેણે તેના નામ પ્રમાણે આ સ્થાનનું નામ કોલ રાખ્યું હતું અને ત્યારબાદ સૈયદ વંશના કાર્યકાળ દરમિયાન શહેરનું નામ કોલથી બદલીને અલીગઢ કરવામાં આવ્યું હતું.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના ઈતિહાસકાર પ્રોફેસરે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં અલીગઢ નામનું કોઈ શહેર નહોતું. કોલ નામના કિલ્લા પરથી આ જગ્યાનું નામ કોલ પડ્યું હતું. ત્યારબાદ અહી જાટ જાતિનું ઘણું પ્રભુત્વ રહ્યું તેમણે આ જગ્યાનું નામ બદલીને રામગઢ કરી નાખ્યું.
પરંતુ 4 વર્ષ બાદ મરાઠાઓએ આ જગ્યા પર કબજો કર્યો. ત્યારબાદ 1804માં અંગ્રજોએ શહેરનું નામ બદલીને અલીગઢ કરવામાં આવ્યું હતું
અલીગઢ વિ હરિગઢના પર વાત કરતા એક ઈતિહાસકારે કહ્યું હતું કે આ બિલકુલ ખોટું અને ગેરવાજબી છે. આપણા ઐતિહાસિક ભૂતકાળમાં જ્યાં પણ જઈએ ત્યાં તેનું નામ હરિગઢ નહોતું. જાટોએ ચોક્કસપણે તેનું નામ રામગઢ રાખ્યું, પરંતુ તેનું પ્રાચીન નામ કોલ હતું.