તો શું દિલ્હીમાં હજુ પણ ભૂકંપના જટકા અનુભવાશે…
નેપાળમાં 3 ઓક્ટોબરે આવેલા ભૂકંપથી દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ભૂકંપનું કેન્દ્ર બનેલા નેપાળમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા અને લોકો બેઘર થઈ ગયા છે. ભૂકંપના કારણે નેધરલેન્ડના સિસ્મોલોજીસ્ટ ફ્રેન્ક હુગરબીટ્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કારણકે તે ભૂકંપની આગાહી કરે છે.
નેપાળમાં 40 મિનિટની અંદર ભૂકંપના છ જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની અસર દિલ્હી-NCRમાં જોવા મળી હતી. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 6.2 હતી જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નેધરલેન્ડના સિસ્મોલોજિસ્ટ ફ્રેન્ક હુગરબીટ્સે થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં ભૂકંપની ચેતવણી આપી હતી. જે મુજબ ભૂકંપનું કેન્દ્ર ચમન ફોલ્ટ ક્ષેત્ર હશે અને સૌથી વધુ નુકસાન બલૂચિસ્તાનમાં થશે. જો કે પાકિસ્તાનમાં હજુ સુધી ભૂકંપના એંધાણ જોવા મળ્યા નથી. પરંતુ નેપાળમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ. નિષ્ણાતોના મતે જો ભૂકંપની તીવ્રતા 8 થી વધુ હોત તો દિલ્હી-એનસીઆરમાં કંઇક વિનાશક ઘટના બની હોત. આગામી દિવસોમાં હિમાલયમાં જોરદાર ભૂકંપ આવવાનો છે, જેની અસર દિલ્હી-NCRને પણ થશે. આ વિનાશક ભૂકંપ દિલ્હી-NCRમાં તબાહી મચાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના ખતરાના હિસાબે દિલ્હી સિસ્મિક ઝોન VIમાં આવે છે, એટલે કે અહીં મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ સર્જતી ઘણી ફોલ્ટ લાઇન જમીનની નીચેથી પસાર થાય છે. આ ફોલ્ટ લાઇનમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે. જો આ ફોલ્ટ લાઈનમાં હલચલ થાય તો દિલ્હી-એનસીઆરમાં 8ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.
નેપાળ, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તુર્કી જેવા દેશોમાં ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. તુર્કી, સીરિયા અને લેબનોન આ વર્ષે 8ની તીવ્રતાના ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીનો સામનો કરી ચુક્યા છે. ભૂકંપની આગાહી અન્ય કોઈએ નહીં પરંતુ ફ્રેન્ક હૂગરબીટ્સ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલી વાર નથી કે હુગરબીટ્સે જે કહ્યું અને તેની આગાહી સાચી સાબિત થઈ. આ પહેલા પણ ભૂકંપ અંગેની તેમની ભવિષ્યવાણી ઘણી વખત એકદમ સચોટ રહી છે.