ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરનું પાકિસ્તાનમાં મોત?, મીડિયામાં વાયુવેગે ફેલાયા ન્યૂઝ

ઇસ્લામાબાદઃ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના અહેવાલો છે. જોકે, મસૂદના મોત અંગેના ન્યૂઝ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થવાથી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.
મળતા અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદના વડો મસૂદ અઝહર સવારે 5 વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે ‘અજ્ઞાત વ્યક્તિઓ’ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. જો કે, આ સમાચારની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો હતો.
પાકિસ્તાનમાં અપ્રમાણિત અહેવાલો દાવો કરે છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, કંદહારના અપહરણકર્તા, આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર, ભાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે ‘અજ્ઞાત લોકો’ દ્વારા સવારે 5 વાગ્યે કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો.
હુમલા સાથે જોડાયેલો એક વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક માર્કેટમાં બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે. બ્લાસ્ટ બાદ નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે મસૂદ અઝહર ત્યાં હાજર હતો.
કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોમાં ‘અજાણ્યા’ લોકોએ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા છે, તે જ રીતે મસૂદ અઝહર પણ માર્યો ગયો છે. જોકે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઇ નથી, પણ લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.
એક્સ પર કેટલાક લોકોએ તો મસુદ અઝહરના મોતને બેસ્ટ ન્યુ યર ગિફ્ટ કહી છે.
https://x.com/SpeaksKshatriya/status/1741749993898447137?s=20