નેશનલ

તો હવે રામ મંદિરમાં ભૂકંપના 24 કલાક પહેલા જ જાણ થઇ જશે…

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે ત્યારે મંદિર બનાવવા માટે તેમાં અનેક પ્રકારની વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ રામ જન્મભૂમિ સંકુલમાં ભક્તોની તમામ પ્રકારની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે જ પ્રકારે મંદિરને તમામ પ્રકારની ટે્કનોલોજીથી સજ્જ કરવામાં આવશે. આ ટે્કનોલોજીના કારણે મંદિરને કુદરતી આફતોની પણ અસર નહી થાય. તેમાં ખાસ કરીને રામ મંદિરને ભૂકંપની પણ અસર નહીં થાય.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ (BARC, મુંબઈ) એ ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં જિયો સ્ટેશન સ્થાપ્યું છે. આ સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા ભૂકંપના 24 કલાક પહેલા જ માહિતી મળી જશે જેના કારણે માણસો અને સામાન સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.

અયોધ્યામાં જન્મભૂમિ માર્ગમાં પ્રવેશવા માટે ભક્તોએ બે થાંભલાવાળા સ્વાગત દ્વારમાંથી પસાર થવું પડશે. પરિસરમાં પ્રવેશતા પહેલા સુરક્ષા પોઈન્ટ પણ બનાવવામાં આવશે. અયોધ્યાને કુદરતી આફતથી સુરક્ષિત રાખવા માટે અવધ યુનિવર્સિટીમાં ભૂકંપ રેડોન જિયો સ્ટેશન લગાવવામાં આવ્યું છે, જે ભૂકંપના 24 કલાક પહેલા એલર્ટ જાહેર કરી દેશે. આ ઉપરાંત રામ મંદિરના રસ્તાઓ પર પણ એ રીતે ટે્કનોલોજી ઉપયોગ કરવામાં આવશે કે ત્યાં આવતા જતા તમામ ભક્તો અને તેમની હિલચાલ પર નજર રાખી શકાશે.

જન્મભૂમિ પથથી રામમંદિર સુધી પહોંચવાની તૈયારીનો તબક્કો પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. જન્મભૂમિ પથ પર પેસેન્જર સુવિધાઓ વિકસાવવા સાથે, વિવિધ સુરક્ષા પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિ સંકુલમાં જન્મભૂમિ પાથથી પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરમાં પ્રવેશતા પહેલા બેગ સ્કેનર પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. સુરક્ષા પોઈન્ટની સાથે જ જન્મભૂમિ માર્ગ પર પ્રવેશ માટે બે થાંભલાવાળા સ્વાગત દ્વાર અને જન્મભૂમિ માર્ગના યાત્રિકો માટે એક છત પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેની અલગ-અલગ મૉડલ તસવીરો બહાર આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા અને શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button