નેશનલ

હિમાચલ પ્રદેશમાં ઉંચા વિસ્તારોમાં બરફવર્ષાઃ કોલ્ડવેવની કરાઇ આગાહી

શિમલાઃ હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને અન્ય ઉંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી જ્યારે નજીકના ખીણ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.

સ્થાનિક હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લાહૌલ અને સ્પીતિના ગોંડલામાં 6 સેમી બરફવર્ષા થઇ હતી. ત્યાર બાદ કોઠી, ખદરાલા કેલોંગ, શિલારુ (તમામમાં પાંચ સેમી) જોતમાં ચાર સેમી, કલ્પામાં 0.8 સેમી, કુકુમસેરીમાં 0.5 સેન્ટીમીટર બરફ વર્ષા થઇ હતી. કુલ્લુમાં મનાલી અને ચંબામાં ભરમૌરના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી.

આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કુદરતનું ઐશ્વર્ય – હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં આવેલું ભારતનું છેલ્લું ગામ ચિતકુલ

રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. સારામાં 18.1 મીમી વરસાદ પડ્યો હતો, ત્યાર બાદ રોહડુમાં 15 મીમી, મનાલીમાં 5 મીમી, પાવંટા સાહિબમાં 4.8 મીમી, કસૌલીમાં 4.5 મીમી, ધૌલાકુઆં અને બર્થિનમાં 4 મીમી, નાહનમાં 3.8 મીમી અને સેઉબાગ અને ભુંતરમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે લોકોને બુધવાર સુધી મેદાની વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. રાત્રે તાબો સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પહેલી જાન્યુઆરીની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા હતી. ગુરુવાર અને શુક્રવારે મધ્ય અને ઉચ્ચ પહાડી વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ હળવો વરસાદ અને બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button