નેશનલ

ચાર ધામ સહિતના યાત્રા સ્થળો પર બરફની વર્ષા

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. આ સાથે અહીંનું વાતાવરણ પણ ખુશનુમા હોય છે ત્યારે દર્શન સાથે કુદરતની કરામતોને માણવાની પણ તક મળે છે. ઉત્તરાખંડમાં દરેક ક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે. બુધવારે સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું, પરંતુ બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને બદ્રીનાથ ધામ, વેલી ઓફ ફ્લાવર્સ, હેમકુંડ, ઓલી, રુદ્રનાથ, હનુમાન ચટ્ટી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે અત્યંત ઠંડી છે. તે જ સમયે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની સાથે નજીકના ખરશાલી ગામ, જાનકીચટ્ટી, નારાયણ પુરી ફૂલચટ્ટી વિસ્તારમાં હળવી હિમવર્ષા થઈ હતી. જોકે ભારે હિમવર્ષા યાત્રિકો માટે અડચણો ઊભી કરી શકે છે.

હવામાનશાસ્ત્રીઓના મતે ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન કેન્દ્ર દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ આજે મેદાની વિસ્તારોમાં ધુમ્મસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહે જણાવ્યું કે, શિયાળામાં વરસાદના અભાવે સૂકી ઠંડી પરેશાન કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button