Snake Charmers Create Panic on Gwalior-Bound Chambal Express
નેશનલ

બોલો, લોકોએ બક્ષીસ ન આપી તો મદારીએ રેલવેના કૉચમાં સાપ છોડ મૂક્યો

એક સમયે મદારીનો ખેલ જોવા બાળકો સાથે મોટા પણ ટોળુ વળીને ઊભી જતા. જોકે હવે આ રીતના ખેલ ઓછા થાય છે અને ખેલ પર પાબંધી પણ છે, તેમ છતાં અમુક જગ્યાએ આવા ખેલ થતા રહે છે. ખેલ જોઈને મદારીને લોકો બે-પાંચ રૂપિયા આપતા હોય છે. જોકે ન આપે તો મદારીએ વિલા મોઢે પાછું જવાનું હોય, પણ ઉત્તર પ્રદેશના એક મદારીએ બક્ષીસ ન મળતા સાપ છોડી દીધો હોવાની ઘટના બની હતી.

યુપીના મહોબા પાસે ટ્રેનના ડબ્બામાં મદારીએ સાપ છોડતા નાસભાગ મચી ગઇ હતી. મુસાફરો ખુલ્લો ફરતો સાપ જોઇને એક પછી એક ઉભા થઇને આમ તેમ ભાગવા લાગ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાપ પકડનાર મદારીએ રેલવેના જનરલ કોચમાં બધા પાસે બક્ષીસની માંગણી કરી હતી. કેટલાકે જીભા જોડી કરી તો કેટલાકે બક્ષીસ આપવાની ના પાડતા ગિન્નાયેલા મદારીએ સાપ છોડી મુકયો હતો.


આ અંગે કોઇ મુસાફરે રેલવે કંટ્રોલ રુમને જાણ કરી હતી. સ્ટેશન પહેલા જ આઉટર પર ટ્રેન ધીમી થતા જ સાપવાળો વ્યકિત કુદીને ભાગી ગયો હતો. હાવડાથી ગ્વાલિયર જઇ રહેલી ચંબલ એકસપ્રેસના જનરલ ડબ્બામાં કોઇ સ્ટેશનેથી એક વ્યકિત સાપ લઇને ટ્રેનમાં ચડયો હતો તેની સાથે બીજા ત્રણ થી ચાર માણસો પણ હતા.પરીસ્થિતિ પાંમી જઇને રફૂ ચક્કર થઇ ગયેલા આ શખ્શોન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમની ભાળ મળી શકી ન હતી. સાપ કોઇને કરડયો ન હોવાથી રેલવે અધિકારીઓએ નિરાંતનો શ્વાસ લીધો હતો. મહોવા સ્ટેશને ટ્રેન થોભાવ્યા પછી જરુરી કાર્યવાહી અને તપાસના અંતે ટ્રેન સ્ટેશનથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી.

સંબંધિત લેખો

Back to top button