ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં ફરી મુદત પડી, જાણો હવે ક્યારે થશે ચૂંટણી ?

નવી દિલ્લીઃ ભારતના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની હજી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ભાજતીય જનતા પાર્ટી કોને રાષ્ટ્રીય પ્રમુખ બનાવશે તે અંગે પણ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. અત્યારે આગામી 9મી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
જેથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત મોકૂફ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અત્યારે પાર્ટીમાં આતંરિક વિખવાદ પણ ચાલી રહ્યો છે.
આપણ વાંચો: ગુજરાત ભાજપના પ્રમુખની પસંદગી માટે દિલ્લીમાં બેઠક, જાણો ક્યારે નવા પ્રમુખની થશે જાહેરાત ?
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 2024 માં પૂર્ણ થયો હતો.
પરંતુ પાર્ટીમાં ચાલી રહેલા મતભેદના કારણે નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી નથી. જેથી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તેના કારણે હવે અનેક પ્રકારના કૂતુહલ સર્જાઈ રહ્યાં છે કે, બીજેપી કોને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવશે? જો કે, સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, બિહારની ચૂંટણી પહેલા નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.
ભાજપે કોની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરશે?
નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બીજેપી માટે ખૂબ જ અઘરી સાબિત થવાની છે. પાર્ટીને વફાદાર, ચૂંટણી મજબૂત કામગીરી કરી શકે, આરએસએસની વિચારધારા સાથે સંલગ્ન, નિર્ણાય ક્ષમતા અને ખાસ તો 2029ની લોકસભા ચૂંટણીની રણનીતિમાં કાર્યદક્ષ કામગીરી કરી શકે તેવો હોય તેની બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરીશે.
આના માટે ભાજપ વરિષ્ઠ નેતાઓ તરફ પોતાનો વિચાર રાખી રહીં છે. રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે! કારણ કે, આગામી સમયમાં ભારતના યુવાનોને આકર્ષીત કરવાના છે એટલું જ નહીં પરંતુ પાર્ટીની વિચારધારાને પણ કાયમ રાખવાની છે. મહત્વની વાત એ પણ છે કે, 2027માં રાષ્ટ્રપતિની પણ ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપે દરેક નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે.
કેવી રીતે યોજાય છે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટેની પ્રકિયા?
ભાજપ પક્ષના બંધારણની સેકશન 19-20 મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટેની પ્રકિયા નક્કી કરવામાં આવી છે. જેમાં ઈલેકટોરલ કોલેજ તૈયાર કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ પરિષદના સભ્ય હોય છે.
તેમજ રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવારે 15 વર્ષ કે તેથી વધુ સમયથી પ્રાથમિક સભ્ય હોવો અનિવાર્ય છે. તેમને 20 પ્રસ્તાવક મળવા જોઈએ. આ પ્રસ્તાવક એવા પાંચ રાજ્યના હોવા જોઈએ જ્યાં સંગઠનાત્મક ચૂંટણી પૂર્ણ થઈ ચુકી હોય. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાન કરવામાં આવે છે અને મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે.