હુમલા બાદ સીએમ રેખા ગુપ્તાએ આપી પહેલી પ્રતિક્રિયા! એક્સ પર કરી આવી પોસ્ટ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પર આજે સવારે એક કાર્યક્રમમાં હુમલો (Rekha Gupta Attack) થયો હતો. દિલ્હીમાં સિવિલ લાઇન્સ (Civil Lines attack) સ્થિત તેમની ઓફિસમાં આયોજિત ‘જાહેર સુનાવણી’ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ અચાનક સીએમ રેખા ગુપ્તા પર હુલમો કરી દીધો હતો. આ ઘટના બાદ ભારે ઘર્ષણ પણ થયું હતું. સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો તે વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે સીએમ રેખા ગુપ્તાએ એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
આ હુમલાથી મારી મનોબળ ક્યારેય ઓછું નહીં થાયઃ સીએમ રેખા ગુપ્તા
એક્સ પર પોસ્ટ કરતા સીએમ રેખા ગુપ્તાએ લખ્યું કે, ‘આ હુમલાના કારણે તેમનું મનોબળ ક્યારેય ઓછું થવાનું નથી. વધુમાં લખ્યું કે, આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર હુમલો થયો એ માત્ર મારા પર જ નહીં પરંતુ દિલ્હીની સેવા અને લોકોનું કલ્યાણ કરવાના અમારા સંકલ્પ પર હુમલો થયો છે. હુમલો થયા બાદ હું આઘાતમાં હતી, પરંતુ અત્યારે હવે સારૂ લાગી રહ્યું છે. હું મારા દરેક શુભચિંતકોને વિંનતી કરૂં છે કે, અત્યારે મને મળવા માટે અધિરા ના થાઓ. હું થોડા જ સમય તમારી સાથે કામ કરતી જોવા મળીશ. હવે હું પહેલા કરતા વધારે ઉર્જા સાથે તમારી સાથે કામ કરતી જોવા મળીશ’.
જાહેર સુનાવણીના કાર્યક્રમો હજી પણ યથાવત જ રહેશેઃ સીએમ રેખા ગુપ્તા
દિલ્હીના મુખ્ય પ્રધાને વધુમાં લખ્યું કે, આવા હુમલાઓ લોકોની સેવા કરવાનો મારો હિંમત અને સંકલ્પને તોડી શકશે નહીં. હવે હું આના કરતા પણ વધારે ઉત્સાહ સાથે તમારી સાથે કરતી જોવા મળીશ’. એટલું જ નહીં પરંતુ રેખા ગુપ્તાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, જાહેર સુનાવણી અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાના કાર્યક્રમ ચાલુ જ રહેશે. આમાં હવે વધારે ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવશે. નોંધયની છે કે, અત્યારે આ ઘટના ભારતભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દરેક મીડિયામાં આ મુદ્દા પર જ ચર્ચાઓ થઈ રહી છે.