
નવી દિલ્હી: ભારતમાં લાંબા પ્રવાસ માટે લોકો ટ્રેનની પસંદગી કરે છે. કારણ કે ટ્રેનની મુસાફરી દરેક વર્ગના લોકોને માફક આવે છે. લાંબા પ્રવાસ માટે મોટાભાગના લોકો સ્લીપર ક્લાસમાં જવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો એ વાત નથી જાણતા કે સ્લીપર ક્લાસની ટિકિટને એસી ક્લાસમાં અપગ્રેડ કરી શકાય છે.
ટિકિટ કેવી રીતે અપગ્રેડ થાય?
IRCTCની ઑટો-અપગ્રેડ પોલીસીનો ચાર્ટ તૈયાર થયા બાદ જો સીટો વધે છે તો વિનામૂલ્યે હાઈ ક્લાસમાં ટિકિટ અપગ્રેડ થઈ જાય છે. આ સુવિધાનો લાભ મેળવવા માટે ટિકિટ બુક કરતી વખતે અપગ્રેડનો વિકલ્પ પસંદ કરવાનો રહે છે. ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે ટ્રેનમાં પોતાની સુવિધા પ્રમાણે ક્લાસ સિલેક્ટ કરો અને માંગેલી માાહિતી ભરો. ત્યારબાદ પોતાની ટિકિટમાં હાઈ ક્લાસમાં અપગ્રેડ કરવા માટે ઓટો-અપગ્રેડના ચેકબોક્સ પર ક્લિક કરો.
આ પણ વાંચો: IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો…
કોને મળે છે ટિકિટ અપગ્રેડ થવાનો લાભ
હાઈ ક્લાસમાં ટિકિટ અપગ્રેડ થવાનો લાભ સામાન્ય રીતે સ્લીપર ક્લાસ અને સીટિંગ ક્લાસના વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટોને મળે છે. ટિકિટનું અપગ્રેડેશન હાઈ ક્લાકમાં કેટલી સીટ ખાલી છે, તેના પર આધાર રાખે છે. તમારી ટિકિટ બે હાઈ ક્લાસ સુધી અપગ્રેડ થઈ શકે છે.