નેશનલ

સિયાવર રામચંદ્ર કી જયઃ રામ મંદિર લઈ જવા રેલવે આટલી ટ્રેન દોડાવશે

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને મંદિર 23 જાન્યુઆરી-2024ના રોજ શ્રદ્ધાળુખોલવામાં આવશે ત્યારે મંદિરના ટ્રસ્ટ અને રાજ્ય સરકાર સહિત રેવલે પણ જોરશોરથી તૈયારી કરી રહી છે. લાખો લોકોની વર્ષોની ઈચ્છા આ મંદિરના રૂપમાં પૂરી થઈ છે ત્યારે અહીં આવનારા લોકો માટે રેલવેએ જાન્યુઆરી મહિનામાં એકસો કરતા પણ વધારે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. 240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. જેમાં સ્ટેશનની ક્ષમતા હાલના પાંચ હજાર પેસેન્જરોથી વધારીને એક લાખ પેસેન્જર કરવામાં આવી રહી છે.

અયોધ્યામાં ભગવાન રામ મંદિરનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરમાં રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પણ તેના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ભારે ભીડ થવાની પૂરી શખ્યતા વચ્ચે રેલ્વે અયોધ્યા માટે મોટા પાયા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પણ યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે રેલ્વે એક અઠવાડિયામાં અયોધ્યા માટે 100 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી શકે છે. દેશના તમામ ઝોનને જરૂરિયાત મુજબ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

રેલ્વેએ નવા સ્ટેશનનો આગળનો દરવાજો અને બાલ્કની રાજસ્થાનના ભરતપુરના બંસી પહારપુરના એ જ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ મંદિર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

સ્ટેશન આગળ અને પ્લેટફોર્મની બંને બાજુએ આઠ મંદિર જેવા પિરામિડ બનાવવામાં આવ્યા છે. સ્ટેશનના આગળના દરવાજામાં પ્રવેશતા જ લોકોને અયોધ્યા મંદિર જેવી જ ડિઝાઇન જોવા મળશે. સ્ટેશનના ગેટ પાસે ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે આગળના ગેટ પર ભગવાનનો મુગટ બનાવવામાં આવશે. હાલમાં અયોધ્યા સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ છે, પરંતુ 422 કરોડ રૂપિયાના નિર્માણના બીજા તબક્કામાં તે છ પ્લેટફોર્મ સાથે બનાવવામાં આવશે. જેથી અહીંથી વધુને વધુ ટ્રેનોની અવર-જવર શક્ય બને.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, ભારતીય રેલ્વે દેશભરમાં 1275 રેલ્વે સ્ટેશનોનું પુનર્નિર્માણ કરી રહ્યું છે. આમાં અયોધ્યા રેલવે સ્ટેશન પણ સામેલ છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.