નેશનલ

અરૂણાચલ પ્રદેશમાં છ આતંકવાદીની હથિયારો સાથે ધરપકડ

ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લામાં સુરક્ષા દળોએ એનએસસીએન-આઇએમના છ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા તેમ જ તેમના કબ્જામાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લોંગડિંગના એસપી ડેકિયો ગુમ્જાના જણાવ્યા અનુસાર તાજેતરમાં અર્ધલશ્કરી દળો અને લોંગડિંગ પોલીસ દ્વારા જિલ્લાના લોંગડિંગ ટાઉન અને નિયાઉસા વચ્ચેના વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન બળવાખોરોની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા કેડરોએ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે નોકનું અને ખાસા ગામો વચ્ચે આવેલા ગુપ્ત સ્થળે અત્યાધુનિક હથિયારો પણ હતા. આ વિસ્તારમાં વધુ ઓપરેશન હાથ ધરાતા ત્રણ એમક્યુ એસોલ્ટ રાઇફલ્સ, ડિટોનેટર, મોબાઇલ ફોન અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર લોંગડિંગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા કેડર કેટલાક વિભાગોના વડાઓ અને જાહેર નેતાઓને ગેરવસૂલીની નોંધો આપતા હોવાનું એસપીએ ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button