ગંગા નદીમાં ફસાયેલા છ કાવડિયાને બચાવી લેવાયા, વીડિયો વાયરલ

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગંગા નદીમાં જળ લેવા ગયેલા છ કાંવડિયાઓ નદીના વ્હેણમાં ફસાઈ ગયા હતા. SDRFની ટીમે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરીને તમામ કાંવડિયાને સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પણ લોકોએ તેના અંગે પ્રતિક્રિયા આપી હતી.
નદીના વહેણમાં અચાનક ફસાયા કાવડિયા
સૂત્રોની જાણકારી પ્રમાણે હરિદ્વારના પ્રેમનગર અને કાંગડા ઘાટ પર જળ લેવા ગયેલા છ કાંવડિયાઓ ગંગા નદીના ઝડપી વહેણમાં એકાએક ફસાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયો, જેમાં કાંવડિયાઓ નદીની વચ્ચે ફસાયેલા જોવા મળે છે. SDRFની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને બહાદુરીથી બધાને સુરક્ષિત બહાર કાઢ્યા. ઘટના બાદ લોકોને નદીની આસપાસ વધુ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી.
એસડીઆરએફની ઝડપી બચાવ કાર્યવાહી
ઉત્તરાખંડની સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)એ આ ઘટનામાં દેવદૂતની ભૂમિકા ભજવી. ઘાટ પર તૈનાત SDRFની ટીમે તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું અને ગંગાના તીવ્ર વહેણમાંથી કાંવડિયાઓને સલામત રીતે બહાર કાઢ્યા. વીડિયોમાં જોવા મળે છે કે SDRFના જવાનો ઝડપથી કાંવડિયાઓને બચાવી રહ્યા છે. આ ઘટનાએ SDRFની સતર્કતા અને કાર્યક્ષમતાને ઉજાગર કરી.
આ પણ વાંચો….ગંગામાં ડૂબતા કાવડિયાઓ માટે એસડીઆરએફની ટીમ બની દેવદૂત, 4 યાત્રાળુઓને મોતના મુખમાંથી બચાવ્યા