નેશનલ

સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી

સંભલ: આજે દેશભરમાં ધામધૂમથી ધૂળેટીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી અને આ સાથે જ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. આજે શુક્રવારે જુમ્માની નમાજ હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. સંભલમાં શાંતિ ન ડહોળાઇ ત માટે પોલીસ ફોર્સ એલર્ટ પર છે. જો કે જુમ્માની નમાજને લઈને સંભલની સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકો નમાજ અદા કરવા જઈ રહ્યા છે.

ધૂળેટીનાં સરઘસમાં 3000 લોકો જોડાયા

ધૂળેટી અને જુમ્માની નમાજ એકસાથે હોય તેને પગલે સંભલની પરિસ્થિતિ અંગે સંભલના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું, “બધાએ પ્રેમથી હોળીની ઉજવણી કરી છે. હવે લોકો નમાજ અદા કરવા જઈ રહ્યા છે અને તે પણ શાંતિપૂર્ણ રીતે પૂરી થશે. મસ્જિદની પાછળથી જ હોળીનું સરઘસ શરૂ થયું હતું અને આ સરઘસ ખૂબ વિશાળ હતું અને તેમાં લગભગ 3000 લોકો જોડાયા હતા. પરંતુ સરઘસ શાંતિપૂર્ણ રીતે થયું હતું.”

આપણ વાંચો: યુપીમાં સંભલની મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે, ‘આ’ કારણસર લેવાયો નિર્ણય

કાયદો વ્યવસ્થા અકબંધ

આ દરમિયાન સંભલમાંથી સામે આવેલી તસવીરોમાં, લોકો શુક્રવારની નમાજ અદા કરવા માટે સંભલની શાહી જામા મસ્જિદ તરફ જતા જોવા મળ્યા હતા. નમાજ શાંતિપૂર્ણ રીતે અદા થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધી સંભલમાંથી કોઈપણ પ્રકારના સંઘર્ષ કે વિવાદના સમાચાર આવ્યા નથી. સંભલ સર્કલ ઓફિસર અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને વ્યવસ્થા સંપૂર્ણપણે અકબંધ રહી છે.

બધું શાંતિપૂર્ણ

આગળ તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. સંભલની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે સંભલમાં બધું બરાબર છે, નમાઝ અદા કરનારાઓ યોગ્ય રીતે નમાઝ અદા કરશે અને ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી હતી. કોઈને કોઈ સમસ્યા નહીં થાય, બધું શાંતિપૂર્ણ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button