કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીપીએમ (Communist Party of India)ના વરિષ્ઠ નેતા સિતારામ યેચુરીનું 72 વર્ષની જૈફ વયે નિધન થવાથી બંગાળમાં પાટનગર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દિગ્ગજ નેતાએ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને એઈમ્સના આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની બીમારીથી પીડાતા હતા તથા 19મી ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમનું ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં નિધન થયું હતું.
સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના ચેન્નઈના એક તેલુગુ પરિવારમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સિતારામના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશના પરિવહન નિગમમાં એન્જનિયર હતા અને માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા. સિતારામ યુચેરીએ પ્રેસિડન્ટ એસ્ટેટ સ્કૂલ નવી દિલ્હીમાં માધ્યમિકમાં શિક્ષણ મેળવ્યું હતું અને સેંટ સ્ટીફન કોલેજ દિલ્હીમાંથી ઈકોનોમિકસમાં બીએ કર્યું હતું અને એના પછી જવાહરલાલ નહેરુ યુનવર્સિટીમાં ઈકોનોમિક્સમાં એમએ કર્યું હતું અને ઈમર્જન્સી વખતે જેએનયુમાં વિદ્યાર્થી કાર્યકાળમાં જેલમાં જવાની નોબત આવી હતી.
સીતારામ યેચુરી સીપીઆઈ-એમના મહાસચિવ હતા અને 1992થી સીપીઆઈ (એમ) પોલિટ બ્યુરોના સભ્ય હતા. ચેચુરી 2005થી 2017 સુધી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સાંસદ હતા. ચેયુરી 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ)માં સામેલ તા હતા અને એના એક વર્ષ પછી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)માં સામેલ થયા હતા.
સીતારામ યેચુરીના નિધનથી તમામ રાજકીય પક્ષોએ શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાએ દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ નેતા રાજીવ ચંદ્રશેખરે આ સમાચાર અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને