નેશનલ

ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો, પણ ચીનથી ઘણું પાછળ, અહેવાલમાં દાવો

નવી દિલ્હી: સ્વીડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)એ દુનિયા વિવિધ દેશો પાસે રહેલા પરમાણુ હથિયાર(Nuclear warheads) અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. તાજેતરના અહેવાલ મુજબ ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જયારે પરમાણુ હથિયાર બાબતે ભારત ચીનથી ઘણું પાછળ છે.

અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ભારત પસે 172 પરમાણુ હથિયારો નોંધાયા હતા, જ્યારે પાકિસ્તાન પાસે રહેલા પરમાણુ હથિયારોની સંખ્યા 170 હતી. ભારતે 2023 માં તેના પરમાણુ શસ્ત્રોનો સંખ્યા આંશિક વધારો કર્યો છે, ભારત અને પાકિસ્તાન બંને દેશોએ 2023 માં નવા પ્રકારની ન્યુક્લીયર ડિલેવરી સિસ્ટમ વિકસાવવાનું ચાલુ રાખ્યું હતું.

ચીન પાસે જાન્યુઆરી 2023માં 410 પરમાણુ શસ્ત્રો હતા, જેની સંખ્યા જાન્યુઆરી 2024 સુધીમાં 500 થઇ ગઈ છે, આમ ચીન તેનો પરમાણું શાસ્ત્રોનો ભંડાર વધારતું જઈ રહ્યું છે, જે આ આંકડા આગામી સમયમાં વધુ વધે એવી શક્યતા છે.

Read more: PM મોદી અને પોપ પર ટિપ્પણી કરીને ફસાઇ કોંગ્રેસ, હવે માંગી માફી

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના પરમાણુ હથિયારોનો ભંડાર હજુ પણ રશિયા અથવા યુએસના ભંડાર કરતા ઘણો ઓછો રહેવાની અપેક્ષા છે.

SIPRIના અહેવાલ મુજબ જાન્યુઆરી 2024 માં કુલ અંદાજિત 12,121 ન્યુક્લીયર વોરહેડ્સ નોંધાયા હતા, લગભગ 9,585 સંભવિત ઉપયોગ માટે લશ્કરી ભંડારમાં છે. તેમાંથી અંદાજિત 3,904 વોરહેડ્સ મિસાઇલો અને એરક્રાફ્ટ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા, જે જાન્યુઆરી 2023 કરતા 60 વધુ છે.

યુએસ, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયેલ સહિત નવ પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશોએ પરમાણુ શસ્ત્રાગારોનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેમાંથી ઘણા દેશોએ 2023 માં નવી પરમાણુ-સક્ષમ શસ્ત્ર પ્રણાલી તૈનાત કરી છે.

દુનિયાભરમાં તૈનાત કરાયેલા લગભગ 2,100 વોરહેડ્સ બેલેસ્ટિક મિસાઇલો પર હાઈ ઓપરેશનલ એલર્ટની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે, અને તેમાંથી લગભગ તમામ રશિયા અથવા યુએસના છે. જો કે, પ્રથમ વખત, ચીન પાસે હાઈ ઓપરેશનલ એલર્ટ પર કેટલાક વોરહેડ્સ હોવાનું જાણવા મળ્યું છે.

રશિયા અને યુએસ પાસે કુલ 90 ટકા પરમાણુ શસ્ત્રો છે. રશિયાએ જાન્યુઆરી 2023 કરતાં ઓપરેશનલ ફોર્સમાં લગભગ 36 વધુ વોરહેડ્સ તૈનાત કર્યા હોવાનો અંદાજ છે.

Read more: America ના NSAની પીએમ મોદી અને વિદેશ મંત્રી સાથે મુલાકાત, ટેકનોલોજી પર ભાગીદારી વધારવા ચર્ચા

થિંક-ટેંક મુજબ, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા બેલેસ્ટિક મિસાઇલો પર એકથી વધુ ન્યુક્લીયર વોરહેડ્સ વહન કરવાની ક્ષમતા વિકસાવવા પ્રયત્નો કરી રહ્યા છે, જે ક્ષમતા રશિયા, ફ્રાન્સ, યુકે, યુએસ અને તાજેતરમાં ચીન પાસે પહેલેથી જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…