
નવી દિલ્હી : વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમજ મોટાભાગના દેશો તેના ગોલ્ડ રિઝર્વને જાળવી રાખવામાં પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એક મહત્વની વિગત પ્રકાશમાં આવી છે. જેમાં ભારતમાં એક ખાનગી ફાઈનાન્સ કંપની પાસે પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વ કરતા ત્રણ ગણું ગોલ્ડ છે. તેમજ આ આંકડો બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ગોલ્ડ રિઝર્વ કરતા પણ વધારે છે.
પાકિસ્તાન પાસે ફક્ત 64.7 ટન સોનું
જેમાં આંકડાઓ મુજ્બ જાન્યુઆરી 2025 સુધીમાં એકલા પાકિસ્તાન પાસે ફક્ત 64.7 ટન સોનું હતું. જે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોમાં 49મા ક્રમે છે. જયારે ભારતમાં મુથૂટ ફાઇનાન્સ પાસે સેફ ડિપોઝિટ બોક્સમાં 209 ટન સોનું સંગ્રહિત છે. જોકે, પાકિસ્તાન પાસે રેકો ડિકમાં એક મોટી સોનાની ખાણ છે. પરંતુ તેના પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે તે તેના માટે કોઈ કામનું નથી.
ભારત પાસે 880 ટન ગોલ્ડ રિઝર્વ
આંકડાઓ મુજ્બ ભારત પાસે 880 ટન, જાપાન પાસે 846 ટન, તુર્કી પાસે 637 ટન, અમેરિકા પાસે 8100 ટન, જર્મની પાસે 3400 ટન, ઇટલી પાસે 2500 ટન, ફ્રાંસ પાસે 2400 ટન, ચીન પાસે 2300 ટન, સ્વિઝરલેન્ડ પાસે 1000 ટન ગોલ્ડ રિઝર્વ છે.
સોનાના ભાવમાં આ વર્ષે 45 ટકાનો વધારો
તેમજ આ વર્ષ આ વર્ષની શરૂઆતથી 1 જાન્યુઆરી, 2025 થી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી 45 ટકાનો વધારો થયો છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3,848 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
આ પણ વાંચો…જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી