આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…
ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દેશમાં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ ટ્રેનોમાં અઢી કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવેના નેટવર્કમાં સાત હજારથી વધુ રેલવે સ્ટેશન આવેલા છે અને આ તમામ સ્ટેશન પરથી પસાર થઈને ટ્રેનો આશરે 68,000 કિલોમીટરની સફર પૂરી કરે છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે ભારતીય રેલવેનું સૌથી છેલ્લું સ્ટેશન કયું છે, ક્યાં આવેલું છે અને તે કઈ હાલતમાં છે તો શું તમને આ સવાલનો જવાબ ખબર છે? ચાલો તમને આ વિશે જણાવીએ…
તમારી જાણ માટે કે ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલું સિંઘાબાદ હોવાનું કહેવાય છે. સિંઘાબાદ રેલવે સ્ટેશન બંગાળના માલદા જિલ્લાના હબીબપુર ક્ષેત્રમાં આવેલું છે. આ સિવાય આ સ્ટેશન બાદ ભારતની સીમા પૂરી થઈ જાય છે અને બાંગ્લાદેશની સીમા શરૂ થઈ જાય છે.
આ પણ વાંચો: …તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App
સિંઘાબાદ રેલવે સ્ટેશન અંગ્રેજોના સમયનું છે અને અંગ્રેજો જેવું તેને મૂકીને ગયા હતા એવું જ છે. સિંઘાબાદગ રેલવે સ્ટેશન બાંગ્લાદેશની એટલું નજીક આવેલું છે લોકો થોડાક કિલોમીટર સુધી તો બાંગ્લાદેશમાં પગે જ ફરી આવે છે. આ રેલવે સ્ટેશન પર ખૂબ જ ઓછા પ્રવાસીઓ જોવા મળે છે. આ સ્ટેશન માલગાડીઓના ટ્રાન્ઝિટ માટે ઉપયોગમાં લેવાય છે. મૈત્રી એક્સપ્રેસ નામની બે પેસેન્જર ટ્રેનો અહીંથી પસાર થાય છે.
આ સ્ટેશન હાલમાં તો ખૂબ જ શાંત છે અને એનો ઉપયોગ માત્ર માલગાડીઓ માટે જ થાય છે. અહીંથી બાંગ્લાદેશ માટે કેટલીક ટ્રેનો દોડાવવામાં આવે છે. આ સ્ટેશન પર સિગ્નલ, સંચાર અને સ્ટેશન સાથે સંકળાયેલા તમામ ઉપકરણો હજી સુધી નથી બદલાવવામાં આવ્યા અને બધા જૂના ઉપકરણો હજી પણ કાર્યરત્ છે.
આ પણ વાંચો: Mahakumbh 2025: મધ્ય રેલવેએ પણ કુંભ સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત
તમને કદાચ જાણીને નવાઈ લાગશે હે અહીં આજે પણ સિગ્ન માટે હેન્ડ ગિયર યુઝ થાય છે. અહીંનું ટિકિટ કાઉન્ટર બંધ થઈ ગયું છે અને હવે અહીંયા માત્ર માલગાડી સિગ્નલની રાહ જુએ છે. જે રોહનપુરાના રસ્તે બાંગ્લાદેશ જાય છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમે પણ તમારા મિત્રો સાથે શેર કરીને તમારા મિત્રો અને પરિવારના સભ્યોના જ્ઞાનમાં વૃદ્ધિ કરજો હં ને?