નેશનલ

પહેલગામ હુમલા સાથે જોડાયેલા કેસમાં ગાયિકા નેહા સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ તરફથી ગાયિકા નેહા સિંહ રાઠોડને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં પહેલગામ હુમલા બાદ ટ્વિટ કરવા બદલ નોધવામાં આવેલી એફઆઈઆરમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. તેમજ જણાવ્યું કે તે આ તબક્કે હસ્તક્ષેપ નહી કરે. સુપ્રીમ કોર્ટે નેહા સિંહ રાઠોડની અરજી ફગાવી દીધી હતી.

વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ

આ કેસ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટનો છે. જેમાં નેહા સિંહ રાઠોડ પર તેમની પોસ્ટમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. નેહા સિંહ રાઠોડે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે તપાસ હાલ ચાલુ રહેશે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ ભોજપૂરી સિંગરે આપી પ્રતિક્રિયા, પણ થઈ ગઈ ટ્રોલ…

રાજદ્રોહ સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી

નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ ફોજદારી અને માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 69A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેન બાદ રાજદ્રોહ સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી. નેહાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટના આધારે દેશ વિરુદ્ધ કાવતરા ના આરોપમાં તેમને દોષિત ઠેરવવા યોગ્ય નથી.

વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી

જયારે નેહા સિંહ રાઠોડના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તે ટ્રાયલનો સામનો કરવા તૈયાર છે, પરંતુ તેમના પર રાજદ્રોહનો આરોપ લગાવવો યોગ્ય નથી. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દાઓ ટ્રાયલ દરમિયાન અથવા ચાર્જ ફ્રેમિંગ સમયે ઉઠાવી શકાય છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button