નેશનલ

જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે ગાનારો ગાયક કૉંગ્રેસમાં જોડાયો

નવી દિલ્હીઃ હરિયાણાની ચૂંટણી પહેલા ઘણા લોકો કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુશ્તીબાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનીયા કૉંગ્રેસમાં જોડાયા બાદ એક બીજું નામ પણ બોલાઈ રહ્યું છે. આ નામ છે જાણીતા ગાયક કન્હૈયા મિત્તલ. કન્હૈયા મિત્તલ કૉંગ્રેસમાં જોડાવાના છે.

આ સમાચાર આગની જેમ ફેલાય રહ્યા છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના કાર્યક્રમ સમયે મિત્તલે જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે તેવું ગીત ગાયું હતું.
મિત્તલે જણાવ્યું હતું કે મેં કૉંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો છે કારણ કે સનાત્તન ધર્મના રક્ષણ માટે કોઈ ખાસ પાર્ટીની જરૂર નથી, દરેક પક્ષે તેનું રક્ષણ કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સાથે કોઈ મતભેદ નથી. પોતે ક્યારે કૉંગ્રેસમાં પ્રવેશ લેશે તે અંગે તેમણે હજુ કંઈ જણાવ્યું નથી.

દરમિયાન કૉંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા લોકોનો ભ્રમ તૂટી રહ્યો છે. રામ મંદિર સમયે જેમણે ભજન લખ્યા ને ગાયા તે હવે પક્ષનો સાથ છોડી રહ્યા છે ત્યારે ભાજપે આત્મચિંતન કરવાની જરૂર છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button