સંભવિત આતંકવાદી હુમલા અંગે માનસિક રીતે તૈયાર રહેવા આ દેશના ગૃહ મંત્રીએ આપી ચેતવણી
નવી દિલ્હી : વિશ્વના અનેક દેશો આંતકવાદી હુમલાનો ભય અનુભવી રહ્યા છે. જોકે, આ દરમિયાન સિંગાપુરે (Singapore Alert)દેશના નાગરિકોને સંભવિત આતંકવાદી હુમલા અંગે માનસિક રીતે તૈયાર રહેવા ચેતવણી આપી છે. આ ચેતવણી સિંગાપુરના કાયદા અને ગૃહમંત્રી કે. ષણમુગમે આપી છે. હાલમાં સિંગાપુર પોલીસે અનેક કટ્ટરપંથીઓની ધરપકડ કરી છે. સિંગાપુરમાં એક સગીર, ગૃહિણી અને સફાઇ કામદાર વિરુદ્ધ ઉગ્રવાદી ષડયંત્ર બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરના કેસોનો ઉલ્લેખ કર્યો અને લોકોને ચેતવણી આપી
જેની બાદ સિંગાપુરના કાયદા અને ગૃહમંત્રી કે. ષણમુગમે મંગળવારે લોકોને સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ફોર્ટ કેનિંગ નજીક શ્રી થેન્ડાયુથાપાની મંદિરમાં મીડિયા સાથે વાત કરતા, મંત્રી ષણમુગમે ઉગ્રવાદી કાવતરા બદલ ધરપકડ કરાયેલા એક સગીર, એક ગૃહિણી અને એક સફાઈ કામદારના તાજેતરના કેસોનો ઉલ્લેખ કર્યો અને લોકોને ચેતવણી આપી.
આપણ વાંચો: આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
દક્ષિણપંથી વિચારધારાથી ગ્રસ્ત હતો
એક સમાચાર પત્ર અનુસાર કાયદા મંત્રી કે. ષણમુગમે આતંકવાદી ઘટના અંગે ચેતવણી આપતા મીડિયાને કહ્યું કે,આ ત્રીજો યુવક છે જેની સામે અમે હવે દક્ષિણપંથી કટ્ટર વિચારધારા મુદ્દે આદેશો જાહેર કર્યા છે. આ જાતિવાદી સામગ્રીથી પ્રભાવિત હતો.
વિદ્યાર્થી ચીની અને મલય લોકો વચ્ચે જાતિ યુદ્ધ ઈચ્છતો હતો
તેઓ એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેની અટકાયતની જાહેરાત સોમવારે ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થી એ ઓનલાઈન ગેમમાં આતંકવાદીની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થી ચીની અને મલય લોકો વચ્ચે જાતિ યુદ્ધ શરૂ કરવા માંગતો હતો.