નેશનલ

Ratan Tataના નિધનથી સિમી ગરેવાલે લખી ઈમોશનલ પોસ્ટ

ઉદ્યોગપતિ રતન ટાટાના આકસ્મિક અવસાનના સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આખો દેશ દુર્ગા પૂજાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે આપણે મા દુર્ગાના સિંહના અવતારસમા રતન ટાટાને ગુમાવ્યા છે.

જ્યારે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે, ત્યારે તેમની જૂની મિત્ર અને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સિમી ગરેવાલ પણ તેમના નિધનથી દુઃખી છે. પીઢ અભિનેત્રીએ રતન ટાટા માટે આંસુ ભરેલી પોસ્ટ પણ શેર કરી છે.

સિમી ગરેવાલે રતન ટાટા માટે ગુડબાય નોટ લખી હતી, રતન ટાટાના નિધનના આઘાતજનક સમાચાર આવતા જ તેમને અલવિદા કહેવા માટે સોશિયલ મીડિયા પર લોકોનો ધસારો થયો હતો. સિમી ગરેવાલે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર રતન ટાટા માટે એક નોટ લખી છે. તેમને અંતિમ ‘વિદાય’ આપતા તેમણે લખ્યું, “તેઓ કહે છે કે તમે ગયા છો… તમારી ખોટ સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે…ખૂબ મુશ્કેલ…વિદાય મારા મિત્ર…રતન ટાટા.”

જો આપણે રતન ટાટાના અંગત જીવનની વાત કરીએ તો એક સમયએવો હતો જ્યારે તેઓ બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલને ડેટ કરતા હતા. સિમી ગરેવાલે 2011માં જાણીતા મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં રતન ટાટા સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી. સિમીએ સ્વીકાર્યું હતું કે તેનો અને રતન ટાટાનો એક ઇતિહાસ છે.

તેમની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે, ” તેઓ પરફેક્શન છે, તેમની પાસે રમૂજની સારી સમજ છે, તેઓ નમ્ર અને સંપૂર્ણ સજ્જન છે. પૈસા ક્યારેય તેનું પ્રેરક બળ નથી રહ્યા. વિદેશમાં તેઓ જેટલું આરામદાયક અનુભવતા હતા એટલું આરામદાયક તેઓ ભારતમાં નહોતા અનુભવતા.

રતન ટાટાએ 10 ઑક્ટોબર 2024 ના રોજ અંતિમ શ્વાસ લીધા. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઇન્ટરનેટ પર રતન ટાટાના બીમાર હોવાની અફવાઓ ફેલાઈ હતી પરંતુ તેમણે દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેમની વય-સંબંધિત પરિસ્થિતિઓને કારણે તેઓ માત્ર નિયમિત તબીબી તપાસમાટે હૉસ્પિટલમાં દાખલ થયા છે.

તેમની તપાસ ચાલી રહી હતી. દરમિયાન તેમણે લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી હતી. પરંતુ તેમના મૃત્યુના સમાચાર 10 ઓક્ટોબર 2024ના આવ્યા. રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું. અહેવાલો અનુસાર, તેમની હાલત ગંભીર હતી અને તેઓ ICUમાં હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button