સિમ્હાચલમ મંદિરના પ્રસાદમાંથી મળી આવી ગોકળગાય, વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના પ્રખ્યાત તીર્થસ્થાન સિમ્હાચલમમાં આવેલ શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર વિવાદમાં આવ્યું છે. આ મંદિરના પ્રસાદમમાં એક નાની ગોકળગાય મળી આવી હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. મંદિરમાં આવેલા એક દંપતીએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ગોપાલપટ્ટનમ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી
વાયરલ વીડિયો પ્રમાણે પ્રસાદના પેકેટમાં ગોકળગાય હતી. જો કે, આ મામલે મંદિર કર્મચારીઓને કહ્યું કે કોઈ પણ પ્રકારો હોબાળો ના શરૂ કરો અમે આ પેકેટ પાછું લઈ લેશું. તેઓએ ભક્તોને પ્રસાદ ખરીદતા પહેલાં તપાસવાની સલાહ આપી હતી. આ વીડિયો વાયરલ થતાં મંદિર વહીવટે પોલીસ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઈક દ્વારા આ મંદિરની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આ પહેલા ક્યારેય આવું થયું નથી.
પોલીસે તપાસ માટે મંદિરના સ્ટાફના નિવેદનો પણ લીધા
મંદિરની કાર્યકારી ઓફિસર (EO) અને ડેપ્યુટી કમિશનર એન. સુજાતાએ જણાવ્યું કે, રસોડામાં સ્વચ્છતા પ્રક્રિયા આધુનિક અને સ્વચાલિત છે, જેમાં બાહ્ય કોઈ વસ્તુમાં શક્યતા નથી. તે દિવસે 15,000 પેકેટ વિતરિત થયા, પરંતુ કોઈ અન્ય ફરિયાદ નહોતી. પોલીસ દ્વારા કિચન મશીનરી, CCTV ફૂટેજ ની તપાસ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં પરંતુ સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યાં છે. આ મુદ્દાએ રાજકીય લોકો પણ મેદાનમાં આવ્યાં છે. વિપક્ષી દળોએ મંદિર વહીવટની ટીકા કરીને ગુણવત્તા તપાસની માંગ કરી છે.



