નેશનલ

Sikkim Election 2024: Counting begins for Sikkim Assembly, SKM towards majority

ગંગટોક: લોકસભા ચૂંટણીના પરિણામો 4થી જુનના રોજ જાહેર થશે, ત્યારે સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આજે 2 જૂનના રોજ મતગણતરી(Sikkim assembly result) થઈ રહી છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. હાલમાં, સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) સરકાર છે, જે ફરીથી સત્તામાં આવે તેવી શક્યતા છે, સિક્કિમ વિધાનસભાની 32 બેઠકોમાંથી 29 બેઠકો પર SKM આગળ ચાલી રહી છે.
સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) 1 સીટ પર આગળ છે, જો કે, હજુ સુધી કોઈ પક્ષ એક પણ બેઠક પર જીત નોંધાવી નથી. સિક્કિમમાં 32 સીટો છે અને બહુમત માટે 17 સીટોની જરૂર છે.

સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરીમાં હાલમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)નો દબદબો દેખાઈ રહ્યો છે. વલણોમાં SKM બહુમતી મેળવતી જણાય છે.
મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગ રેનોક અને સોરેંગ-ચાકુંગ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગને આશા છે કે તેમને તેમની સરકાર દરમિયાન ચલાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે. સરકાર દરેક પરિવારને ત્રિમાસિક ધોરણે મફત એલપીજી સિલિન્ડર આપે છે, ‘આમ યોજના’ હેઠળ પરિવારની મહિલા વડાને 40,000 રૂપિયા આપવામાં આવે છે. તેમને આશા છે કે લોકોએ આ મુદ્દાઓ પર તેમની પાર્ટીને મત આપ્યો હશે.

સિક્કિમ સરહદી રાજ્ય હોવથી સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ રહ્યું છે, વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણવ્યું કે “વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી સવારે 6 વાગ્યે શરૂ થઈ હતી. અમારા ઈનપુટ્સ મુજબ, હિંસાની કોઈ ઘટના બની નથી, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે. “

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો