નેશનલ

વૈશાખીની ઉજવણી માટે હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા…

નનકાના સાહિબઃ વૈશાખીના તહેવારની ઉજવણી માટે હજારો શીખ શ્રદ્ધાળુઓએ આજે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ એક લણણીનો તહેવાર છે, જે શીખ નવા વર્ષના પ્રારંભનું પ્રતિક છે. જે ખાસ કરીને પંજાબ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય શીખોને ૬,૫૦૦થી વધુ વિઝા આપ્યા છે. જે ગત વર્ષોની સરખામણીએ વધુ છે. બંને દેશો વચ્ચે મુસાફરી કરવા માટે વિઝા મેળવવા સામાન્ય રીતે મુશ્કેલ હોય છે, પરંતુ સરકારો પાસે એક ખાસ વ્યવસ્થા છે, જે યાત્રાળુઓને ધાર્મિક સ્થળો અને પૂજા સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપે છે.

મુખ્ય વૈશાખી ઉજવણી નનકાના સાહિબ ખાતે યોજાઇ હતી. જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકનો જન્મ થયો હતો. ગુરુદ્વારા જન્મ સ્થાન નનકાના સાહિબમાં નવ શીખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. જે લાહોરથી લગભગ ૭૫ કિમી પશ્ચિમમાં આવેલું છે. ગુજરાતથી આવેલી રિંકો કૌર જણાવે છે કે શરૂઆતમાં તેણી પાકિસ્તાન જવાથી ખચકાઇ રહી હતી. મારા પરિવારે મને જવાની ના પાડી હતી….અને કહ્યું કે મારે સુરક્ષિત રહેવા માટે એક જૂથ સાથે રહેવું જોઇએ. પરંતુ તેણે કહ્યું કે લોકોએ અમારું સ્વાગત કર્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે વૈશાખી ખેડૂતો માટે ખૂબ જ ખુશીનો સમય છે. આ તહેવાર આશા, એકતા અને નવીકરણની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. જે સમુદાયોને પ્રેરણા આપે છે અને સંગઠિત કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button