મોદીનું મેક ઈન ઈન્ડિયા સપનું સફળતાની સીડીએ! મોટી કંપના આયત બિલમાં નોંધપાત્ર ઘટાડાનો થયો દાવો

ભારત સરકાર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેનો હેતુ વિદેશથી આવતા મોંઘા સામાન પર નિર્ભરતા ઘટાડવાનો છે. આ પ્રયાસોના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.
એક તાજેતરના અભ્યાસમાં 20 મોટી કંપનીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જે ગાડીઓ, ઇલેક્ટ્રોનિક્સ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ બનાવે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે આ કંપનીઓનો વિદેશી ચલણ ખર્ચ તેમની વેચાણની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આ ફેરફાર છેલ્લા પાંચ વર્ષમાં થયો છે, કારણ કે કંપનીઓ હવે વિદેશથી ઓછું આયાત કરી રહી છે.
આપણ વાંચો: સ્થાનિક ઉત્પાદકોને નુકસાનઃ 3 ચીની ઉત્પાદન પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી
આયાત ખર્ચમાં ઘટાડો
ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની કંપનીઓમાં આ ફેરફાર સૌથી વધુ જોવા મળ્યો છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, વ્હર્લપૂલ, હેવલ્સ, બ્લૂ સ્ટાર, એમ્બર એન્ટરપ્રાઇઝ અને ક્રોમ્પટન ગ્રીવ્ઝ જેવી કંપનીઓના આયાત ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કેટલીક કંપનીઓનું આયાત બિલ અડધું થઈ ગયું છે, જ્યારે કેટલીકનું તો ઘણું ઓછું થયું છે. આ માહિતી કંપનીઓના વાર્ષિક અહેવાલોમાં જણાવવામાં આવી છે. ખાસ કરીને, ડિક્સન ટેક્નોલોજી જેવી ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ આયાતનો હિસ્સો તેમની કુલ વેચાણના માત્ર 6% સુધી ઘટાડ્યો છે, જે 2020માં 49% હતો.
આપણ વાંચો: ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિનઃ GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર
મીડિયા સાથે વાત કરતા ડિક્સન ટેક્નોલોજીના ચેરમેન સુનીલ વચાણીએ જણાવ્યું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને કારણે સ્થાનિક મૂલ્ય વધારો 40-45%થી વધીને 65-70% થયો છે. આ ફેરફાર એર-કન્ડિશનર અને એલઇડી લાઇટિંગ જેવી વસ્તુઓમાં ખાસ જોવા મળ્યો છે.
હવે ડિક્સન ટીવી પેનલ, કેમેરા મોડ્યૂલ અને કોમ્પ્રેસર જેવા મોંઘા ઘટકો પણ દેશમાં જ ખરીદે છે. સરકારની PLI યોજનાઓએ ઇલેક્ટ્રોનિક્સ, ઓટો કમ્પોનન્ટ્સ, મોબાઇલ ફોન, સોલર મોડ્યૂલ અને IT હાર્ડવેર જેવા ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. આ યોજનાઓથી રોકાણ વધ્યું છે અને રોજગારની તકો પણ ઊભી થઈ છે.
સરકારે કેટલાક ઘટકો અને કાચા માલ પર આયાત શુલ્ક વધારી દીધું છે, જેનાથી આયાત પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત, ભારત અને વિદેશની ફેક્ટરીઓ માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: રાજ્યમાં કચ્છની એમ્બ્રોડરી, જામનગરી બાંધણી, પાટણના પટોળા સહિત કુલ ૨૮ ઉત્પાદનોને મળ્યો GI ટેગ
આનાથી આયાત ઘટાડવામાં મદદ મળી છે. મારુતિ સુઝુકીનો વિદેશી ચલણ ખર્ચ તેની વેચાણના 11.5%થી ઘટીને 6% થયો છે, જ્યારે ટાટા મોટર્સનો ખર્ચ 7%થી ઘટીને 1% થયો છે. આ રીતે, સ્થાનિક ઉત્પાદનથી દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે.
દ્વિચક્રી વાહન ઉત્પાદક હીરો મોટોકોર્પનું આયાત બિલ FY25માં 1,060 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષની સરખામણીએ 10% ઓછું છે. FMCG કંપનીઓ જેવી કે નેસ્લે, મેરીકો અને બ્રિટાનિયાએ પણ આયાત ખર્ચમાં ઘટાડો નોંધ્યો છે.
પાર્લે પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહના જણાવ્યા અનુસાર, આયાત બદલી અને કોકો, ફ્લેવર જેવા આયાતી ઘટકોની ઓછી કિંમતોને કારણે આ શક્ય બન્યું છે. ITC લિમિટેડના ચેરમેન સંજીવ પુરીએ જણાવ્યું કે તેમનો વિદેશી ચલણ ખર્ચ મુખ્યત્વે ફેક્ટરીઓ માટેની મશીનરી પર થાય છે, જ્યારે કાચા માલ માટે લગભગ કોઈ ખર્ચ થતો નથી.