નેશનલવેપાર

Onion માં ભાવમાં ઘટાડાના સંકેત, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક

જામનગરઃ ગુજરાતમાં ડુંગળીના(Onion)ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં વાહનોની લાઇનો પણ લાગી છે. જેના પગલે નવી આવક માટે કામચલાઉ રોક લગાવામાં આવી છે.

રેકોર્ડબ્રેક આવક થતાં યાર્ડ હાઉસફુલ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ ગુણીની રેકોર્ડબ્રેક આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ પાક્ના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. પોતાની જુદી જુદી પાકના વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.

વાહનોની લાઇન જોવા મળી

મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોની લાઇન જોવા મળી છે. સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button